Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

વરસાદ આજે દ.ગુજરાતની નવરાત્રિ બગાડશે:ભરૂચ, સુરત સહિત 6 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે; ડાંગમાં 8 કલાકમાં 8 ઈંચ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

30 સપ્ટેમ્બર સુધી દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે.દાસે જણાવ્યું હતું કે હાલમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે, જેના કારણે 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વરસાદ આજે દ.ગુજરાતની નવરાત્રિ બગાડશે:ભરૂચ, સુરત સહિત 6 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે; ડાંગમાં 8 કલાકમાં 8 ઈંચ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot