5 કિલોમીટર સુધી મેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકના કોથળાઓ કિનારે ફેંકાયા, માછીમારોની જાળમાં પણ નુકસાન.

વલસાડના મગોદ ગામના દરિયા કિનારે આઠ દિવસ પહેલા આવેલી ભરતીએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. દરિયામાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકના કોથળાઓ કિનારે ફેંકાયા છે. આ કચરો લગભગ 5 કિલોમીટર સુધી પથરાયેલો છે.

સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, આ પ્રદૂષણની સીધી અસર તેમની રોજી-રોટી પર પડી રહી છે. માછીમારીની જાળમાં મેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકનો કચરો ફસાઈ જવાથી જાળ ખરાબ થઈ રહી છે. આનાથી માછીમારોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

દરિયામાં ફેલાયેલા પ્રદૂષણને કારણે માછલીઓના મૃત્યુની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે. માછીમારોએ આ ગંભીર સમસ્યા અંગે તંત્ર પાસે તપાસની માંગ કરી છે. તેમની માગણી છે કે, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પરિસ્થિતિ દરિયાઈ પર્યાવરણ અને સ્થાનિક માછીમાર સમુદાયની આજીવિકા માટે મોટો પડકાર બની રહી છે. તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.











1 thought on “વલસાડના દરિયા કિનારે પ્રદૂષણનો કહેર.”
Checking out superph25 for some potential opportunities. Seems interesting, but I need to do more research. Has anyone else here stumbled across this before? Any insights are welcome!