
વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ IGના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શરદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો જોડાયા હતા. નવરાત્રી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ વિભાગ ચુસ્ત બંદોબસ્તમાં વ્યસ્ત રહ્યો હતો. આ કારણે પોલીસ પરિવારના સભ્યો એકસાથે નવરાત્રીની ઉજવણી કરી શક્યા ન હતા. પોલીસ પરિવારો પણ ગરબાનો આનંદ માણી શકે તે હેતુથી આ શરદ ઉત્સવનું આયોજન કરાયું હતું.

ચાલુ વર્ષે પણ જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને ગરબાના બંદોબસ્તમાં વ્યસ્ત રહ્યા હતા. તેમણે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાના પરિવાર સાથેની ખુશી છોડવી પડી હતી. આ શરદ ઉત્સવના કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, અધિકારી કોર્ટના કર્મચારીઓ, તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






