
મહે.અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ)ગુ.રા.અમદાવાદ તથાપોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પ.રેલ્વે વડોદરા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જી.એચ.શ્યાન સાહેબ પ.રે.સુરત વિભાગ, સુરતતથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.વસાવા વાપી રેલ્વે પોલીસ સ્ટેશનનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ વાપી રેલ્વે સ્ટેશન દ્વારા વાપી રેલ્વે સ્ટેશનની હદ વિસ્તારમાં બિનવારસી બાળકો તથા મહિલાઓને તપાસમાં રહેવા જણાવેલ હોય.

જે અનુસંધાનેવાપી રેલવે પોલીસ સ્ટેશનની દિવસ સ્ટેશન ડયુટીની ફરજ ઉપર વુ.પોલીસ હેડ કોન્સ. છાયાબેન છનાભાઇ હાજર હતા તે દરમ્યાન વાપી નિરીક્ષક રેલ્વે સુરક્ષા બલ વાપી નાઓએ અત્રે પોલીસ સ્ટેશનમાં લેખીત મેમા સાથે બાળકીને સોપતા જે આધારે મળી આવેલ બાળકીની માતા ઉ.વ.૫૬ નાઓના મોબાઇલ ફોન પર સંપર્ક કરી તેઓને પુછપરછ કરતા તેઓ તા.૦૪/૧૦/૨૫ ના રોજ મુંબઇ (મહારાષ્ટ્ર)થી પીંડવાડા ખાતે તેઓની દિકરી ઉ.વ.૧૬ નાઓને સારવાર માટે લઇ ગયેલ હતા અને તેઓ ત્યા સારવાર પુર્ણ કરી તા.૦૭/૧૦/૨૫ ના રોજ પીંડવાડા રેલ્વે સ્ટેશનથી રાણકપુર એક્સ ટ્રેનના કોચ એસ/૪ સીટ નંબર-૩૪ ઉપર બેસી મુસાફરી કરતા આવતા હતા તે દરમ્યાન તેઓ પોતપોતાની સીટ ઉપર સુઇ ગયેલ અને ટ્રેન વાપી રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ તેઓ ઉંઘ માંથી જાગેલ ત્યારે તેઓની સાથેની બાળકી નાઓ કોઇક સ્ટેશને ઉતરી ગયેલાનુ જણાતા. બાળકી મળી આવ્યાનો તેની માતાને અત્રે વાપી રેલ્વે પોલીસ સ્ટેશન બોલાવી તેની બાળકીને જોઇ પોતે ટ્રેન માંથી ન મળી આવેલ મારી બાળકી હોવાનું જણાવેલ જેથી માતાનુ નિવેદન તેમજ આધાર પુરાવા લઇ મળી આવેલ બાળકીનો કબ્જો તેની માતાને સોંપી વાપી રેલ્વે પોલીસની શી-ટીમ દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે.






