વલસાડ: શ્રી વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળ વલસાડની સામાન્ય સભા સોમવારે પ્રજાપતિ વાડી ખાતે યોજાઈ હતી. સભા દરમિયાન ચૂંટણી અધિકારી પ્રેમજી ભાનુશાલીએ નવી કારોબારીના બિનહરીફ થયેલા સભ્યોની જાહેરાત કરી હતી.

જેમાં અનિલ હરિભાઈ ઓઝા, કલ્પેશ હરીલાલ રાણા, દિનેશચંદ્ર લક્ષ્મીદાસ ભાનુશાલી, ધરમચંદ પ્રતાપચંદ શાહ, નરેન્દ્ર કુમાર સુવાલાલ શાહ, પ્રદીપ ડાલચંદ કોઠારી, પ્રદિપ કનેયાલાલ પટેલ, બાબુભાઈ કેસરી પ્રજાપતિ, શરદકુમાર કિશોરચંદ્ર શાહ, શીવલાલ હમીરજી મેવાડા અને સમીરકુમાર જમનાદાસ મપારાનો સમાવેશ થાય છે. આ નવી કારોબારીની રચનામાં સમીર મપારાને છઠ્ઠીવાર સર્વ સંમતિથી મહામંડળના પ્રમુખ તરીકે પસંદ કરાયા હતા. જ્યારે પ્રદીપ કોઠારીને ત્રીજીવાર માનદમંત્રી પદે પસંદ કરાયા હતા.





