Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

વલસાડ એલસીબીની ટીમે ૯ વર્ષથી ભાગતો આરોપી ઝડપી પાડ્યો.

વલસાડ જિલ્લા પોલીસવડાની સૂચનાથી એલસીબીની ટીમે વલસાડ સીટી પોલીસ મથકનો વાહન ચોરીનો નવ વર્ષથી ભાગતો આરોપીને એલસીબીની ટીમે વલવાડા પાસેથી ઝડપી પાડી વલસાડ સીટી પોલીસને સોંપવામાં આવ્યો હતો. વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ની સુચના અને વલસાડ જિલ્લા એલસીબી ટીમના પી.આઈ ઉત્સવ બારોટ ના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હન્ટમા ભાગતા આરોપીઓનું લિસ્ટ અપડેટ કરી કોર્ટ અને પોલીસ સ્ટેશનમાંથી કેસોની વિગત મેળવી હતી. વલસાડ સીટી પોલીસ મથકમાં ૨૦૧૭ માં વાહન ચોરીનો વોન્ટેડ આરોપી ઈશ્વર ઉર્ફે ઇશલા રંગલા ટોકરિયા ઉ.વ.૨૭ રહે. ખામણકા, પટેલ ફળીયા તા. કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) હાલ રહે.વલવાડા, તળાવ ફળીયું, ને.હા.નં.૪૮ વલવાડા બ્રીજ નજીક, બિલ્ડર રમેશભાઈ શાહની જગ્યામાં આવેલ રૂમમાં તા.ઉમરગામ જી.વલસાડ ને વલવાડા ઝડપી પાડ્યો હતો, અને આરોપીનો કબજો વધુ તપાસ અર્થે વલસાડ સીટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot