Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

ઉમરગામમાં સ્પ્રે બનાવતી કંપનીમાં આગ લાગી.

વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયર વિભાગની 4 ટીમોએ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.

વલસાડ જિલ્લાના ઉમરગામના બિલિયા કોળીવાડ વિસ્તારમાં આવેલી સ્પ્રે બનાવતી એક કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની 4 ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ આગના કારણે થયેલા નુકસાનની વિગત હજુ સુધી મળી નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ સામે આવ્યું નથી. સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. ઉમરગામના બિલિયા કોળીવાડ વિસ્તારમાં સ્પ્રે બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગેને કાબૂમાં લેવા ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

કંપનીમાં આગ લાગતાં સરીગામ ફાયર ફાઈટરની ટીમના નેતૃત્વમાં ઉમરગામ GIDC ફાયરની ટીમ અને અલગ અલગ 4 ટીમોએ 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. FSLની ટીમની મદદ લઈને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot