Explore

Search

February 4, 2026 12:54 pm

IAS Coaching

FIR દાખલ કરાઈ:સરીગામમાં પત્રકાર સામે 64 લાખની ઠગાઇની FIR.

ચેકથી 7 ફ્લેટના રૂપિયા ઉસેટી લીધા બાદ ગ્રાહકના નામે ન કરતા મામલો પોલીસમાં‎.

ભીલાડના સરીગામમાં 7 ફ્લેટ વેચાણે આપી રૂ. 64.40 લાખ વસૂલીને ફ્લેટને નામે ન કરતા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરાઇ છે.

કથિત પત્રકારને વારંવાર ફ્લેટના કાગળો નામે કરવા કહેતા ફરિયાદીને ખંડણીખોર બતાવી ન્યૂઝપેપરમાં ખંડણી અંગે સમાચાર છાપતો હતો તે પણ એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે.

ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ખાણ ફળિયા પ્રજ્ઞા સ્કૂલ પાસે રહેતા 69 વર્ષીય પુરૂસોત્તમ જીવણભાઇ પ્રજાપતિ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. અગાઉ તેઓ કન્સલ્ટન્ટ એકાઉન્ટેન્ટનું કામ વિનોદભાઇ વર્મા પાસે કરતા હતા અને તેઓ કે. ડી. કંસ્ટ્રક્શનના નામે વેપાર કરે છે.

20 વર્ષ અગાઉ તેમની ઓફિસમાં ટેલીફોન, ફેક્સ મશીન હોય ઘણા માણસો તેમજ પત્રકારો તેમની ઓફિસમાં તે કામ માટે આવતા હતા. ત્યારે કથિત પત્રકાર અનિલ દુર્લભ ભંડારી પણ તેમની ઓફિસે કામકાજ માટે આવતો હતો. વર્ષ 2012માં પ્રજ્ઞા સ્કૂલની બાજુમાં આવેલ જમીન અનિલ ભંડારીએ ખરીદ કરેલ હતી અને સર્વે નં. 225-2-પૈ.1-પૈ.15થી 17માં તેણે બિલ્ડિંગ બનાવવાનું શરૂ કર્યું હતું.

બાંધકામમાં પૈસાની જરૂરિયાત ઉભી થતા ફ્લેટો વેચાણ આપવા કહેતા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. જી-1, જી-2, 101, 102, 204, 304 અને 402 મળી કુલ 7 ફ્લેટ ફરિયાદી તથા તેમની પત્ની કલ્પના, છોકરા કીર્તી તથા શેઠ વિનોદ વર્માએ ફરિયાદીના કહેવાથી વિશ્વાસમાં આવી તેમની પત્ની મનિષા તથા ત્રણ ફ્લેટો કે. ડી. કન્સ્ટ્રક્શનના નામે લીધા હતા. સાત ફ્લેટો મળી કુલ 5680 ચોરસ ફુટની કિં. રૂ. 65,37,680 હોય અલગ અલગ ચેક મારફતે અનિલ ભંડારીને આપતા તમામ ચેક ક્લિયર થઇ ગયા હતા.

પરંતુ ફ્લેટો બાબતે કોઇ એગ્રીમેન્ટ કે દસ્તાવેજ નહીં કરી આપતા અનિલને અવાર નવાર દસ્તાવેજ કરી આપવા કહેતા વાયદાઓ કરી સમય પસાર કરી દસ્તાવેજ નહીં કરી આપી તેઓ પાસે ખંડણી માંગી છે તેમ પત્ની અને છોકરા વિરૂદ્ધ અરજી અપાઇ હતી.

તે જ સમયે ફરિયાદીના વિરૂદ્ધમાં સરીગામના ખંડણીખોર પરસોત્તમ પ્રજાપતિ વિગેરે પ્રેરણા ન્યુઝ એન્ડ ફીચર્સ તથા પેપરમાં છાપતો હતો. ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર વેચાણ કરેલ તમામ સાત ફ્લેટો આરોપીના નામે જ હોય ભીલાડ પોલીસમાં આરોપી અનિલ દુર્લભ ભંડારી સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot