Explore

Search

February 4, 2026 1:00 pm

IAS Coaching

રસ્તાઓ પર ચાલતા વાહનો અને ફૂટપાથ પર પાર્કિંગ વ્યવસ્થા રાહદારીઓએ ક્યાં ચાલવું?

સુરતના એક જાગૃત નાગરિક દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો, રસ્તાઓ પર ચાલતા વાહનો અને ફૂટપાથ પર પાર્કિંગ વ્યવસ્થા રાહદારીઓએ ક્યાં ચાલવું? 

સુરતમાં રેલ્વે સ્ટેશન નજીક દિલ્હી ગેટ કહેવાતા વિસ્તારમાં બ્રિજ નીચે રાહદારીઓને અવરજવર ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવી હતી, પરંતુ હવે તે પાર્કિંગ પ્લોટ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. જેના કારણે રાહદારીઓએ ચાલુ રસ્તે ચાલવું પડે જેમાં પૂર ઝડપે કોઈ વાહન આવતું હોય અને જાણે અજાણે એકસીડન્ટની કોઈ દુર્ઘટના બની શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

લોકો પોતાની ટુ વ્હીલર ફોરવીલર પૈસા ચુકવણી કરી, આ ફૂટપાથને પાર્ક કરી ઉપયોગમાં લેવા માંડ્યા છે. તમે તસવીર માં સ્પષ્ટપણે જો આ ફૂટપાથ એસએમસી કોન્ટ્રાક્ટ ના બંધારણમાં છે, કે નહીં તે મોટો પ્રશ્ન છે. અને જો એસએમસી કોન્ટ્રાક્ટરના બંધારણમાં ના હોય તો શું ગેરકાયદેસર ચાલી રહ્યું છે? આ તપાસનો વિષય છે.

આ બાબત ઉપર જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગર પાલિકા તેમજ ગુજરાતના સરકાર શ્રી થી સીધો સવાલ પૂછવામાં આવ્યો કે, હવે કયા પ્રકારના કાયદાકીય પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાઈ રહ્યું છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot