Explore

Search

February 4, 2026 12:51 pm

IAS Coaching

ખેરગામ ASI ₹1 લાખની લાંચ લેતા ઝડપાયો:દારૂના કેસમાં માર ન મારવા બદલ લાંચ માંગી હતી

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મદદનીશ હેડ કોન્સ્ટેબલને ₹1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ દારૂના ગુનામાં જામીન પર છૂટેલા ફરિયાદી અને તેમના મિત્રને માર નહીં મારવા અને હેરાન નહીં કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી.

આરોપીનું નામ દિવ્યેશભાઇ બળવંતભાઇ પટેલ છે, જે ખેરગામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. આ મામલે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી જામીન પર મુક્ત થયા હતા, જ્યારે તેમના મિત્રએ આગોતરા જામીન મેળવ્યા હતા. જ્યારે ફરિયાદીના મિત્ર પ્રોહિબિશનના ગુનામાં હાજર થાય ત્યારે તેમને માર નહીં મારવા અને હેરાન નહીં કરવાના બદલામાં આરોપી દિવ્યેશભાઇ પટેલે ₹એક લાખની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે ACBએ ખેરગામ પોલીસ સ્ટેશનના પહેલા માળ, કોમ્પ્યુટર રૂમમાં લાંચનું છટકું ગોઠવ્યું.

છટકા દરમિયાન, આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી એક લાખની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ આરોપી સ્થળ પર પકડાઈ ગયો હતો. ACBએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપ એસ.એન.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સુપરવિઝન આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot