Explore

Search

February 4, 2026 11:13 am

IAS Coaching

યુવકને ઢોર માર માર્યો:ફોન પર પત્નીને જાડી કહેતા અન્ય સ્ત્રીને ખરાબ લાગ્યું, બબાલ મચી

વાપી કબ્રસ્તાન રોડ પર પતિએ યુવકને બેસબોલથી ઢોર માર માર્યો

વાપીમાં પત્ની સાથે ફોન ઉપર વાતચીત કરી તેને જાડી કહેતા યુવકને અન્ય સ્ત્રીએ જાડી કેમ બોલે છે કહી ઝઘડો કરી તેના પતિને બોલાવી લેતા પતિએ બેસબોલથી યુવકને માર માર્યો હતો. હોસ્પિટલમાં ખસેડાયેલા યુવકે ટાઉન પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

વાપી કબ્રસ્તાન રોડ ખાતે અલીશા પાર્કમાં રહેતા અને ચલા સ્થિત મોબાઇલ એક્ષપર્ટ દુકાનમાં નોકરી કરતા નાઝીમ રાજેશ વિરમાણીની શનિવારે બર્થડે હોય શુક્રવારે નાના ભાઇ-ભાબી સાથે દમણ ખાતે આવેલ ઘરે ગયા હતા અને બર્થડે ઉજવી બીજા દિવસે સાંજે મોપેડ લઇને ભાઇ અસલમ સાથે વાપી આવ્યા હતા. ઘરે જતી વખતે અલીશા પાર્ક પહોંચતા નાઝીમ પોતાની પત્ની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો

અને તેને જાડી કહેતા બાજુમાંથી પસાર થતી બુરકા પહેરેલી સ્ત્રીએ મને જાડો કેમ બોલો છો કહી તેના પતિને બોલાવતા આરોપી મુસ્તુફા યાદીન રહે. સત્યુધામ બિલ્ડિંગ ત્યાં બેસબોલ લઇને આનવ્યો હતો અને ત્રણ ફટકા મારતા આંખ નીચે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી સારવાર માટે જનસેવા હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેની સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરાઇ હતી.

શનિવારે ફરિયાદી નાઝીમનો જન્મ દિવસ હોવાથી પરિવાર સાથે તે દમણ ખાતે આવેલ ઘરે પાર્ટી કરવા ગયો હતો. જોકે બીજા દિવસે ત્યાંથી પરત ફરતી વખતે અન્ય સ્ત્રીએ પતિને બોલાવી માર મારતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot