Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

વલસાડમાં માદક પદાર્થો બનાવતી ફેક્ટરીમાંથી દુનિયાનું સૌથી કડવું પદાર્થ ઝડપાયું

SOGની મોટી કાર્યવાહી — ડેનેટોનિયમ બેન્ઝોએટ નામનું શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડ્યું, ચારની અટકાયત

વલસાડ જિલ્લા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન વધુ એક મોટી સફળતા મેળવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ વલસાડ તાલુકાના કુંડી ગામે આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડી, માદક પદાર્થો બનાવવામાં ઉપયોગી થઈ શકે તેવું શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડ્યું છે. ઝડપાયેલું પદાર્થ ‘ડેનેટોનિયમ બેન્ઝોએટ’ (Denatonium Benzoate) તરીકે ઓળખાય છે — જેને સામાન્ય રીતે ‘બિટરન્ટ’ (Bitterant) તરીકે ઓળખવામાં આવે છે અને તેને દુનિયાનું સૌથી કડવું પદાર્થ માનવામાં આવે છે.

👮‍♂️ કંપની સંચાલક સહિત ચારની અટકાયત SOGની ટીમે ફેક્ટરીમાંથી આ શંકાસ્પદ કેમિકલનું વિપુલ પ્રમાણમાં રો-મટીરીયલ જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પદાર્થનો ઉપયોગ મુખ્યત્વે ઝેરી પેસ્ટિસાઇડ જેવા કેમિકલ બનાવવામાં થતો હતો. પોલીસે ફેક્ટરીના સંચાલક સહિત ચાર કામદારોને કાબૂમાં લીધા છે. આ ફેક્ટરી કોઈ કાયદેસર પરવાનગી વિના ચલાવવામાં આવી રહી હતી, એવું પણ બહાર આવ્યું છે.

🧫 કેમિકલના સેમ્પલ FSL અને DFSને મોકલાયા પોલીસે ફેક્ટરીમાંથી મળેલા રો-મટીરીયલના નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તથા ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (DFS) ને તપાસ માટે મોકલી આપ્યા છે. હાલ પોલીસે આ કેમિકલનો સ્ત્રોત, સપ્લાય ચેઇન અને હેતુ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

⚖️ કાયદેસર કાર્યવાહી ચાલુ — જિલ્લા ભરના કેમિકલ ઉત્પાદકોમાં ચકચાર SOG અધિકારીઓએ જણાવ્યું કે તમામ ફોરેન્સિક રિપોર્ટ્સ મળ્યા બાદ આ કેસમાં વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. આ કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદેસર કેમિકલ ઉત્પાદકો અને સપ્લાયર્સમાં ભય અને ચકચારનું માહોલ સર્જાયો છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot