Explore

Search

February 4, 2026 11:19 am

IAS Coaching

32 માળની ઇમારતમાં ભયાનક આગ.

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં ભડકી ભારે આગ, 44નાં મોત – 279 લોકો લાપતા

હોંગકોંગ / રિપોર્ટર: મોહમ્મદ અલી

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલી એક 32 મહિનાની હાઈરાઈઝ ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અગ્નિકાંડ પછી સમગ્ર વિસ્તારમાં ભય અને અફરા-તફરીનો માહોલ ફેલાયો છે.

અત્યાર સુધી મળતી માહિતી મુજબ 44 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે, જ્યારે 279 લોકો હજી લાપતા હોવાની માહિતી મળી રહી છે. આગ 2,000થી વધુ એપાર્ટમેન્ટ ધરાવતા એક વિશાળ કોમ્પ્લેક્સમાં લાગી હતી, જેના કારણે હજારો લોકો જીવ બચાવવા દોડી રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓ મુજબ થોડા જ સમયે અતિ ઉંચી લપસીઓ સાથે મકાનના અનેક માળોને આગે ઝપટમાં લઈ લીધા હતા. ભારે ધુમાડો અને ગેસના કારણે આસપાસનો સમગ્ર વિસ્તાર ધુમ્મસમાં ફેરવાઈ ગયો હતો.

આ આગને છેલ્લા 30 વર્ષમાં સૌથી ભયાનક આગ તરીકે વર્ણવવામાં આવી રહી છે. આગની અસર હોંગકોંગના મુખ્ય ડોંગફેંગ ફાઇનાન્શિયલ હબ સુધી પહોંચી છે, જ્યાં અવરજવર અને આર્થિક પ્રવૃત્તિઓ પર ગંભીર અસર પડી છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમો અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કાર્ય દિવસ-રાત ચાલુ છે અને હજુ પણ અનેક લોકો ઇમારતમાં ફસાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આસપાસનો સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે કે આ ભયાનક આગ શેના કારણે લાગી.

આ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે અને સેકડો પરિવારોને અપૂરણી નુકસાન પહોંચાડ્યું છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot