Explore

Search

February 4, 2026 7:58 am

IAS Coaching

દાનહ સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આગામી એક વર્ષમાં રણજી ટ્રોફી મેચ રમાશે: કેન્દ્રીય ખેલમંત્રી

સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્પોર્ટ્સ આઉટરીચ કાર્યક્રમનું ઉદઘાટન અને સ્પોર્ટ્સ કીટનું વિતરણ ખેલ અને યુવા વિભાગ અને સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રશાસક પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.

આ પ્રસંગે ખેલ મંત્રીએ આશ્વાસન આપ્યું કે, આવનાર એક વર્ષમાં આ ગ્રાઉન્ડ પર રણજી ટ્રોફી મેચ રમાડવામાં આવશે.2036માં આયોજિત ઓલિમ્પિકમાં દાનહ ખેલાડીઓ પણ ભાગ લેશે તેવું જણાવ્યું હતું.

કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે દાનહ દમણ દીવના પ્રવાસ દરમ્યાન એમણે નમો પથ,જમ્પોર આયુષ્માન આરોગ્ય મંદિર અને દાનહમાં પંચાયત ઘર,અક્ષયપાત્ર,અંડર બ્રિજ સ્પોર્ટ્સ એરિના અને નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મુલાકાત લીધી હતી.એમની સાથે કુ.તૃપ્તિ મુરગુડે બેડમિન્ટન ખેલાડી,સાક્ષી પુનિયા મહિલા પહેલવાન,ક્રિકેટર મુનાફ પટેલનું પણ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ મંત્રીના હસ્તે દાનહ અને દમણની ક્રિકેટ,વોલીબોલ અને ફૂટબોલની કુલ 27 ટીમને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

પ્રશાસક પ્રફુલ પટેલે સંબોધનમાં ખેલ મંત્રીનું સ્વાગત કરતા દાનહ દમણ દીવમાં બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અંગે જણાવી દરેક પ્રદેશવાસીઓને આ સુવિધાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. ખેલ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ખેલ મંત્રાલય દ્વારા નવી અને ઉત્તમ રમતની સુવિધાઓ આ પ્રદેશને પ્રદાન કરાશે તેવી ખાતરી આપી હતી.આ અવસરે દમણ દીવ સાંસદ લાલુભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ,પાલિકા પ્રમુખ,સરપંચો,પંચાયત સભ્યો,પદાધિકારીઓ,અધિ કારીઓ સહિત ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot