Explore

Search

February 4, 2026 5:58 pm

IAS Coaching

દારૂના 18 ગુનામાં વોન્ટેડ આરોપીને અમરેલી પોલીસે ઉજ્જૈનથી દબોચ્યો, આરોપીના પત્ની છે જૂનાગઢ મનપાના કોર્પોરેટર

મૂળ જૂનાગઢનો રહેવાસી અને ગુજરાતના અલગ અલગ 11 જિલ્લાઓના 18 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાને અમરેલી પોલીસે દબોચી લીધો છે.

ધીરેન કારિયા તેના ડ્રાઈવર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે ત્યાં પહોંચી ઝડપી પાડ્યો હતો. ધીરેન કારિયાના પત્ની જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 14 વર્ષ દરમિયાન આ કુખ્યાત શખ્સ સામે કુલ કેટલા અને કયા ગુનાઓ નોંધાયેલા છે તેની આગળ વિગતવાર વાત કરીએ.

ધીરેન કારિયા 11 જિલ્લાઓમાં નોંધાયેલા પ્રોહિબિશનના 18 ગુનાઓમાં વોન્ટેડ હતો. જેમાં અમરેલી અનેભાવનગરનો 1-1, જૂનાગઢ અને દ્વારકાના 4-4, જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, નર્મદા અને પોરબંદરના1-1 અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો.

કુખ્યાત બુટલેગર ધીરેનને શોધી તો 11 જિલ્લાની પોલીસ રહી હતી. જેમાં અમરેલી પોલીસ સૌથી પહેલા તેના સુધીપહોંચવામાં સફળ રહી. અમરેલીના પ્રોહિબિશનના એક ગુનામાં ધીરેન કારિયા વોન્ટેડ હતો. આઠ દિવસ પહેલાધીરેન કારિયા રાજસ્થાનમાં હોવાની વિગતો મળી હતી. જેથી અમરેલી એલસીબીની ટીમ રાજસ્થાન પહોંચી હતી. ત્યાંથી ધીરેન કારિયા નીકળી જઈ કોટા તરફ નીકળી ગયો હતો. છેલ્લું લોકેશન મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે હોવાનુંમળતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ધીરેન કારિયા અને તેના ડ્રાઈવરને તેની ફોર્ચ્યુનગર કાર સાથે ઝડપીપાડ્યા હતા.

અમરેલી એસપી હિમકરસિંહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, બુટલેગર ધીરેન કારિયા સામે વર્ષ 2010માંજૂનાગઢમાં પ્રથમ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. ત્યારથી લઈ અત્યાર સુધીમાં ધીરેન સામે કુલ 59 ગુનાઓનોંધાઈ ચૂક્યા છે. જેમાં 55 ગુના પ્રોહિબિશનના, 1 હત્યાના પ્રયાસનો, 1 મારામારીનો અને 1 દિલ્હીમાં નકલીપાસપોર્ટ બનાવવામાં ફોર્જરીની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે.

 

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot