Explore

Search

February 4, 2026 5:58 pm

IAS Coaching

મહારાષ્ટ્ર રાજયના રાયગઢ જીલ્લા ખાતેથી ચોરી થયેલ ટાટા ટેમ્પો સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી વલસાડ જિલ્લા LCBની ટીમ 

વલસાડ જિલ્લા LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરિમયાન LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો શંકાસ્પદ રીતે મુંબઈ તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા વલસાડ LCBની ટીમે બાતમીવાળા ટેમ્પોની UPL બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પનો અટકાવી ચેક કરતા ટેમ્પો ચાલક પાસેથી ટેમ્પોને જરૂરી કાગળો મળ્યા ન હતા. વલસાડ LCBની ટીમને વધુ શંકા જતા ટેમ્પો સાથે ઝડપાયેલા 4 ઇસમોની પ્રાથમિક પૂછપરછ કરતા વાપી GIDC પોલીસ મથકે નોંધાયેલા ટેમ્પો ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.વલસાડ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢી ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરી ગુનાઓ ડીટેકટ કરવા માટે વલસાડ SP ડૉ.કરનરાજ વાઘેલાએ વલસાડ LCBની ટીમને સૂચના આપી હતી. જે સુચના મુજબ વલસાડ LCBની ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોડ વલસાડના પોલીસ માણસો વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ASI અલ્લારખુભાઇ અમીરભાઇને મળેલ બાતમીના આધારે વાપી હાઇવે ઉપર મુંબઇથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર ટેમ્પો 4. MH-46-BU-0736  શંકાસ્પદ રીતે લય જતો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે UPL ઓવરબ્રિજ પાસે બાતમીવાળા ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પોમાંથી 4 ઈસમો મંડપ ડેકોરેટરના સામાન સાથે મળી આવ્યા હતા. વલસાડ LCBની ટીમને ટેમ્પો અને સામાન છળ કપટ કે ચોરી કરી જતા હોવાની શંકા જતા ટેમ્પો સાથે ડિટેન કરેલા શંકાસ્પદ ઇસમોની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓએ વાપી GIDC વિસ્તારમાંથી ટેમ્પો અને ડેકોરેટરનો સામાન મળી 8.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાપી GIDC પોલીસે આરોપી સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot