Explore

Search

February 4, 2026 5:59 pm

IAS Coaching

સુરતમાં ચાની દુકાનમાં ઘૂસી યુવકને પાઈપથી ઢીબી નાખ્યો, પેટના ભાગે છરીનો ઘા ઝીંક્યો, લોકોમાં નાસભાગ મચી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં કાઠિયાવાડ ચાની દુકાનમાં જૂની અદાવતમાં ચાર ટપોરીઓ ઘૂસી ગયા હતા. બાદમાંસળિયા અને છરી વડે હુમલો કરી એક યુવકને ઈજા પહોંચાડી હતી. જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈગઈ હતી. ભેસ્તાન પોલીસે મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ચાર ટપોરીઓ દુકાનમાં ઘૂસી ગયા

ભેસ્તાન પોલીસ મથકે ઈજાગ્રસ્ત સદામ હુસેન પઠાણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિના આઠવાગ્યાના અરસામાં ઉન કાઠિયાવાડી ચાની હોટલ પર બેઠા હતા. દરમિયાન સ્થળ પર મસુર, સલમાન, ઇમરાનઅને બાલી જીકર તથા મોઇનુદીન ઉર્ફે પૈતિનસા અચાનક દુકાનમાં ઘૂસી ગયા હતા. અને લોખંડના સળિયા લઈનેફટકારવા માંડ્યા હતા. દરમિયાન મોઇનુદીને તેની પાસે રહેલી છરી કાઢી જમણી બાજુ પેટના ભાગે ઘા ઝીંકી ગંભીરઇજા પહોંચાડી હતી.

જાનથી મારી નાંખવા ધમકી આપી

સલમાને લોખંડના સળિયા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. હુમલો જૂની અદાવતમાં કરાયો હોવાનું પોલીસને હાલ જાણવા મળ્યું છે. ખાસ તો ટપોરીગીરીના સીસીટીવીફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. પોલીસે ચારેય ટપોરીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot