વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાના પોલીસ મથકોમાં ફરજ બજાવતા જવાનોને સૂચના આપી હતી. છેલ્લા 6 માસમાં વલસાડ જિલ્લામાં પોલીસ જવાનની ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર પોલીસ જવાનોની ફરિયાદ જિલ્લા પોલીસ વડા પાસે આવતા વલસાડ જિલ્લા પોલીસ વડાએ ખાતાકીય તપાસ કરી હતી. વલસાડ જિલ્લામાંથી PSI, ASI સહિત 8 પોલીસ જવાનોને તેમની ફરજમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી છૂટકારવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં લાંચ કેસમાં સંડોવાયેલા કપરાડા પોલીસ મથકના 2 જવાન, તાજેતરમાં ACBની ટ્રેપમાંથી ફરાર થયેલા LCBનો કોસ્ટબલ સહિત કુલ 8 પોલીસ જવાનોને ફરજ ઉપરથો મોકૂફ કરતા ફરજ ઉપર બેદરકારી દાખવતા પોલીસ જવાનોમાં.સન્નાટો છવાઈ ગયો હતો.
વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સાંભળ્યા બાદ જિલ્લામાં આવેલા 13 પોલીસ મથકોમાં મથકો અને LCB, SOG અને મહિલા પોલીસ મથકોમાં કુલ 1300થી 1400 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. 800થી વધુ હોમગાર્ડ સેવા આપી રહ્યા છે. વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ તમામ પોલીસ જવાનોને નિષ્ઠા પૂર્વક તેમની ફરજ અદા કરવા સૂચના આપી હતી. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ જવાનો તેમની ફરાજનો દૂર ઉપયોગ કરતા હોવાનું તેમજ તેમની ફરજમાં બેદરકારી દાખવતા હોવાનું સામે આવ્યું હતું.





