Explore

Search

February 4, 2026 5:59 pm

IAS Coaching

પારડીના ટુકવાળા પાસે મહિલાના ગળામાંથી બાઇકચાલક ચેન સ્નેચિંગ કરી ભાગી ગયો; જિલ્લા પોલીસે આરોપીને ઝડપવા નાકાબંધી કરી

વલસાડ જિલ્લાના વાપીના છીરી ગામ ખાતે રહેતા સુનંદાબેન રામદાસ દેવગીરીકર 1 માર્ચ ગુરુવારના રોજ પારડી તાલુકાના ટુકવાડા ખાતે આવેલા અવધ ઉથોપીયા રેસિડેન્સીમાં રહેતા પરાગભાઈ દોશીના ઘરે ઘર ઘાટી તરીકે કામ કરતી હતી.

સવારે તેમના સમય મુજવ વાપીથી સેરિંગ રિક્ષામાં પારડીના ટુકવાડા ગામના કટ પાસે આવી હતી. ત્યાંથી ચાલતા ચાલતા અવધ ઉથોપીયા ખાતે સુનંદાબેન જઈ રહ્યા હતા. જે દરમ્યાન એવેન્સિયા બંગલોઝ ની સાઇટ સામે પહોંચ્યા હતા. ત્યારે એક સપોર્ટ બાઇક ચાલક અજાણ્યો યુવક સુનંદાબેનની નજીક આવી તેમના ગાળામાં પહેરેલી 1 તોલાની સોનાની ચેન ખેંચી યુવક હાઇવે તરફ બાઇક લઈને ભાગી ગયો હતો.

સુનંદાબેનના ગળામાંથી ચેન સ્નેચિંગ થતા બુમાબુમ કરી હતી. સુનંદાબેને બુમાબુમ કરતા આજુબાજુથી સ્થાનિક લોકો અને રાહદારીઓ સુનંદાબેનની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોને ચેન સ્નેચિંગ થઈ હોવાની જાણ થતા સ્થાનિક લોકોએ બાઇક ઉપર અજાણ્યા ચેન સ્નેચર યુવકની બાઈકનો પીછો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ યુવકનો ક્યાંય પતો લાગ્યો ન હતો.

બનાવ અંગે સુનંદાબેને પારડી પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પારડી પોલીસને બનાવની જાણ થતાં ચેન સ્નેચર યુવકને ઝડપી પાડવા જિલ્લામાં નાકાબંધી હાથ ધરી છે. પારડી પોલીસે મહિલાની ફરિયાદ નોંધી ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot