Explore

Search

February 4, 2026 7:22 pm

IAS Coaching

રાબડાના માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે મહાશિવરાત્રીની ઉજવણી થઇ

વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌદર્ય વચ્ચે ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવતું માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામેમહાશિવરાત્રીના પવિત્ર દિને શિવલિંગની પૂજા અર્ચના કરીને ઉજવણી કરવામાં આવેલ હતી. અલૌકિક એવા ધામમાં શિવલિંગ તથા માં વિશ્વંભરીનાદર્શન કરવા દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે.

પાર નદીના કિનારે આવેલા ધામના પ્રાકૃતિક વાતાવરણમાં નાનામોટા એમ દર્શને આવતા સહુ કોઈ ખુબજ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. શ્રધ્ધા સાથે સત્યનો સ્વીકાર કરાવવા જ્યાં ખુદ માતા વિશ્વંભરી ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે તેવા ધામની અદભુત રચના ખરેખર પૃથ્વી પર સ્વર્ગલોકસમાન અનુભવ કરાવે છે તેમજ જીવનમાં સાચી શાંતિસુખાકારી પ્રાપ્ત થાય છે. તીર્થયાત્રા ધામ સમસ્ત જગતના માનવીઓને પરમતત્વમાં વિશ્વંભરીનોદિવ્ય સંદેશ  “અંધશ્રધ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને જ મંદિર બનાવો”.

મૂળભૂત ભક્તિનો રાહ બતાવી રહ્યું છે તેમજ કોઈપણ ન્યાતજાત, ઉચનીચ, સ્ત્રીપુરુષ કે અમીરગરીબના ભેદભાવ વગર સનાતન વૈદિક ધર્મનો રાહ અનેસત્યઅસત્યનો ભેદ બતાવી રહ્યું છે.

ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે સમગ્ર જગતમાં દિવ્ય ધામ એક દીવાદાંડીની ગરાજ સારી રહ્યુંછે. અલૌકિક એવા ધામમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ થયેલો જોવા મળી રહ્યો છે. ધામના વિશાળ પરીસરમાં ચારેબાજુએ નારી આંખેજોવા મળતી સ્વચ્છતાથીસ્વચ્છતા ત્યાં પ્રભુતાપ્રચલિત કહેવત અહિયાં સાર્થક થયેલી જોવા મળે છે.

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot