Explore

Search

February 4, 2026 7:22 pm

IAS Coaching

આગના પગલે અફરાતફરી

ઉમરગામની સરીગામ GIDCની પેકેજિંગ કંપનીમાં લાગેલી ભીષણ આગ ત્રણ કલાકે કાબૂમાં આવી, સદનસીબે જાનહાનિ ટળી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરીગામ GIDCમાં આવેલી રિસિકા પેકેજીંગ કંપનીમાં રવિવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનીઘટનાની જાણ કંપનીમાં કામ કરતા કામદારોને થતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ કંપની સંચાલકને જાણ થતા કંપની સંચાલકે તમામકામદારોને સુરક્ષિત રીતે ખસી જવા સૂચના આપી હતી. રિસિકા પેકેજીંગ કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અનેઆજુબાજુમાં આવેલી કંપનીના કામદારોને તથા તાત્કાલિક રિસિકા પેકેજીંગ કંપનીમાં મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક સરીગામ ફાયરફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી.

સરીગામ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉમરગામGIDC, ઉમરગામ નગરપાલિકા વાપી GIDC, વાપી નગરપાલિકા અને દમણ ફાયર ફાઈટરની ટીમની મદદ લઈ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યોહતો. સ્થાનિક લોકોએ કંપનીમાંથી સામાન સુરક્ષિત જગ્યાર ખસેડવાની કામગીરીમાં જોતરાય હતા. રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં આગ ઉપર કાબુમેળવી લીધો હતો.

આગની ઘટનાની જાણ GIDCના અગ્રણીઓ અને અધિકારીઓને થતા તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનનાસમાચાર મળતા કંપની સંચાલક અને ફાયર ફાઈટરની ટીમ સહિત વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમનેતથા ભિલાડ પોલીસે તાત્કાલિક સરીગામ GIDC ખાતે પહોંચી ટ્રાફિકનું સફળ સંચાલન કરી ફાયર ફાઈટરની ટીમને જરૂરી મદદ પુરી પાડી હતી.

આગની ઘટનામાં કંપનીમાં પ્લાસ્ટિકના દાણા, થર્મોકોલની સીટ, તથા પ્લાસ્ટિકની અન્ય મટીરીયલ હોવાથી ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરનીટીમને ભારે મુશ્કેલીઓ પડી હતી. કંપનીમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનો સરીગામ ફાયર ફાઈટરની ટીમને પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. વલસાડ FSLની ટીમની મદદ લઈ તપાસ કર્યા બાદ કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ જણાવ્યું હતું.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot