એસઓજીની ટીમે વાપી નજીક લવાછા વિસ્તારથી બનાવટી હથિયાર લાયસન્સ અને ગેરકાયદેસર ચાર હથિયારો સાથે એક આરોપીને ઝડપી પાડી બનાવટી હથિયાર લાયસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા એસપીની સુચના અને એસઓજી પીઆઇ એ.યુ. રોઝના માર્ગદર્શનમાં પીએસઆઇ આઇ. કે. મિસ્ત્રી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પીપરીયા હરિયાણા હોટેલ નજીક રોડ ઉપરથી સત્યેન્દ્રકુમાર વિશમ્ભરસીંગ યાદવ ઉ.વ. 46 રહે. કલેક્ટર બંગલાની પાછળ, માસ્ટર સાહબની ચાલીમાં સેલવાસ મુળ યુપી ને પકડી પાડી બારબોર સીંગલ બેરલવાળી ગન નંગ-1 તથા કારતુસ નંગ-6 બનાવટી હથિયાર પરવાના નંગ-2 તથા કાર્યાલય જિલ્લા મેજીસ્ટ્રેટ ઈટાવાના બનાવટી રબર સ્ટેમ્બ નંગ-1 તેમજ કક્કા આર્મ્સ એમ્પોરીયમ ભરથના એજન્સીનો બનાવટી રબર સ્ટેમ્પ નંગ-1 અને એક ફોન મળી કુલ રૂ. 25,600નો મુદ્દામાલ કબજે લઇ આરોપી સામે ડુંગરા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.
ઝડપાયેલો સત્યેન્દ્ર બેંકના કેસ વાનમાં ગનમેનની નોકરી કરે છે. આરોપી સત્યેન્દ્રકુમાર યાદવ લાયન્સ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી એન્ડ મેનેજમેન્ટ સર્વિસ પ્રા. લી. માં સિક્યુરિટી ગનમેન તરીકે નોકરી કરે છે. તેમજ એચડીએફસી તથા એક્સીસ બેંકમાં કેશ વાનમાં ફરજ બજાવે છે.





