Explore

Search

February 4, 2026 5:59 pm

IAS Coaching

SDPI નવસારી દ્વારા કાયદેસર કાર્યવાહી કારી fir ની માંગ,

મુસ્લિમ મહિલાઓ સાથે ગેરવર્તન કરી પાકિસ્તાન જતા રેહવાનું કહેનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા SDPI નવસારી ની માંગ

નવસારી શહેરમાં ટાટા હાઈસ્કૂલ સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટ નીચે વર્ષોથી ચાલી રહેલી બાબુલાલ બૈજનાથ દાણાચણા નામની દુકાન નાં માલિક દ્વારા એપાર્ટમેન્ટ ના રહીશો ને હેરાન કરી તેમની ધાર્મિક લાગણી દુભાઈ તેવા અપશબ્દો બોલી અને સાંતી દોહ્રવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મુસ્લિમ સમાજ નો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી મુસ્લિમ બિરાદરો સવાર થી સાંજ ભુખ્યા તરસ્યા રહી રોઝા રાખી ઈબાદત કરતા હોય છે સાંજે ઈફ્તારી નાં સમયે રોઝો છોડવા માટે વિવિધ વાનગીઓ બનાવવા માટે જ્યારે આકાશગંગા એપાર્ટમેન્ટ ના રહીશો ને ખબર પડી કે એપાર્ટમેન્ટ ના રહીશો ને પરેશાન કરવા માટે જાણીજોઈને બાબુલાલ બૈજનાથ દાણાચણા નામની દુકાન નાં માલિકે બોરિંગ મોટર નાં વાયરો કાપી નાખેલ છે.

જે બાબતે એપાર્ટમેન્ટ ના રહીશો દુકાનદાર ને ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે દુકાન માલિકે મુસ્લિમ સમાજના લોકો નાં રોઝા નો મજાક બનાવી તકલીફ હોય તો તેઓને પાકિસ્તાન જતા રહેવા જેવા કટુ વચનો બોલીને મુસ્લિમ સમાજના લોકો ને ભડકાવી શહેર ની શાંતિ ભંગ કરવાની કોશિશ કરી.

જે ઘટના ની જાણ SDPI પાર્ટી ના કાર્યકર્તા ને થતાં SDPI પાર્ટી ના કાર્યકર્તા અબ્દુલ કાદિર સૈયદ, સાલીમ ઉસ્માની,મોહસીન સૈયદ ઘટના સ્થળ ઉપર પોહચી ગયા હતા અને મામલા ને ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવ્યો ટાઉન પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવવા આવી મુસ્લિમ મહિલા સાથે ગેરવર્તન કરનાર સામે એફ,આઈ,આર, કરવાની માંગ કરી હતી,નવસારી ટાઉન પોલીસ દ્વારા આરોપી ને ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર મોહમ્મદ નૌસારર્કા ની સાથે સોયેબ સૈયદ

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot