Explore

Search

February 4, 2026 5:59 pm

IAS Coaching

પોલીસની ખોટી ઓળખ આપી લૂંટ:કપરાડાના અંબેટીમાં પાંચ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી ફંડ ફાળો ભેગો કરતા યુવકને બંધક બનાવી 2.40 લાખની લૂંટ ચલાવી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંબેટી ગામ ખાતે આવેલા ખરેડા ફળિયામાં ત્રણ લોકો છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી હોળી અને ધુળેટીના દિવસે ફળિયાના લોકો પાસેથી ફંડ ઉઘરાવતા હતા અને ફંડમાં જમા થયેલા રૂપિયામાંથી ગામના લોકોને જરૂરિયાત મુજબ ઉછીના રૂપિયા આપી વ્યવહાર ચલાવતા હતા. ગત 24 માર્ચના રોજ હોળી પર્વત નિમિત્તે ફંડ ફાળો એકત્રિત કરી તે મુજબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઉછીના રૂપિયા આપવાની કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન નંબર વગરની કારમાં 5 અજાણ્યા ઈસમોએ ઘરે આવી ફંડ ફાળાનો હિસાબ કરી રહેલા વ્યક્તિને પોતાના કબ્જામાં લઈ ઘરમાં મુકેલા એક લાખ રૂપિયા તથા ત્રણ મોબાઇલની લૂંટ ચલાવી ફંડ ફાળો એકત્રિત કરનાર વ્યક્તિને બંદક બનાવી લીધો હતો. તે વ્યક્તિને છોડાવવા માટે વધુ એક લાખ રૂપિયાની ખંડની વસૂલી કુલ 2.40 લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતા કપરાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંબેટી ગામના ખરેડા ફળિયામાં મનીષભાઈ રણછોડભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે અને ફળિયામાં રહેતા ઉમેશભાઈ બાબરભાઈ આહીર તેમજ શૈલેષ રમુભાઇ પટેલ સાથે છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી અંબેટી ગામના ખરેડા ફળિયામાં રહેતા લોકો પાસે હોળી અને ધુળેટી પર્વના દિવસે ફંડ ફાળો ઉઘરાવતા હતા. ફંડ ફાળામાં એકત્રિત થયેલા રૂપિયા ગામના સ્થાનિક લોકોને જરૂરિયાત મુજબ ઉછીના રૂપિયા આપવાની કામગીરી ફક્ત હોળી અને ધુળેટી પર્વમાં કરતા આવ્યા છે. ગત અને 24 માર્ચના રોજ હોળી પર્વ નિમિત્તે મનીષભાઈના ઘરે ઉમેશભાઈ અને શૈલેષભાઈ ભેગા થયા હતા અને ફળીયાના લોકો પાસે હોળી નિમિત્તે ફંડ ફાળાની ઉઘરાણી કરી રહ્યા હતા. જે દરમિયાન રાત્રે 9:30 કલાકે નંબર વગરની કારમાં 5 અજાણ્યા ઇસમો આવી પહોંચ્યા હતા. પોતે પોલીસ તરીકેની ઓળખ આપી મનીષભાઈને બંદક બનાવી લીધા હતા. ગેરકાયદેસર રીતે ફંડ ફાળો ઉઘરા બાબતે પોલીસ બની આવેલા અજાણ્યા પાંચમોએ મનીષભાઈને ધમકાવ્યા હતા.એકત્રિત કરેલા રૂપિયા આપી દેવા ધમકી આપતા મનીષભાઈએ તેમની પાસેના એક લાખ રૂપિયા અજાણ્યા ઇસમોને આપી દીધા હતા

પોલીસના સ્વાંગમાં આવેલા અજાણ્યા ઈસમોએ પરિવારના 3 સભ્યો પાસેથી મોબાઈલ છીનવી લીધા હતા. મનીષભાઈ તેમજ સંજયભાઈ ને પોતાની કારમાં બંદક બનાવી લઈ ગયા હતા જે દરમિયાન અજાણ્યા ઈસમોએ ચોપડા ચેક કરતા ચોપડામાં વધુ રૂપિયા એકત્રિત થયા હોવાનું જણાવતા મનીષભાઈ સાથે બંધક બનાવેલા સંજયભાઈ ને મનીષભાઈ ના ઘરે મોકલી વધુ રૂપિયા મનીષભાઈ ને છોડવા માટે મંગાવ્યા હતા. મનીષભાઈએ તેમની પત્ની રેખાબેનને કબાટમાં મુકેલી થેલીમાં રહેલા રૂપિયા સંજયભાઈને આપવા જણાવ્યું હતું. રેખાબેને કબાટમાં મુકેલી થેલીમાંથી વધુ એક લાખ રૂપિયા આપી મનીષભાઈ ને છોડાવવા પ્રયાસ કર્યો હતો. અજાણ્યા 5 ઈસમોએ સંજયભાઈ પાસેથી રૂપિયા ભરેલી થેલી લઈને મનીષભાઈને ધમકાવી છોડી મુક્યા હતા.

મનીષભાઈ પાસેથી કુલ 2.40 લાખની લૂંટ મચાવી નંબર વગરની કારમાં પોલીસના સ્વાંગમાં આવેલા 5 અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ ગામના અગ્રણીઓને થતા તાત્કાલિક મનીષભાઈના ઘરે મદદ તોડી આવ્યા હતા. ઘટના અંગે 25 માર્ચના રોજ કપરાડા પોલીસ ટીમને જાણ થતાં કપરાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી હતી. તપાસ બાદ આજરોજ કપરાડા પોલીસ મથકે મનીષભાઈ રણછોડભાઈ પટેલે નંબર વગરની કારમાં પોલીસના સ્વાંગમાં આવેલા અજાણ્યા 5 ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. કપરાડા પોલીસે નંબર વગરની કાર માં આવેલા પોલીસ બન્ને ઓળખ આપનાર 5 ઇસનોની શોધખોળ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot