Explore

Search

February 4, 2026 6:07 pm

IAS Coaching

વાપી બલીઠા હાઈવે ઉપર કેરી ભરેલો ટ્રક પલટી ગયો, કેરી લેવા લોકોએ પડાપડી કરી, હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો

વલસાડ જિલ્લાના વાપી બલીઠા હાઇવે ઉપર મુંબઈથી વલસાડ તરફ આવતો કેરી ભરેલો ટ્રક પલટી ગયો હતો. જેથી રસ્તામાં કેરીની રેલમછેલમ થઈ હતી. તેમજ અકસ્માતને પગલે વાપી-વલસાડ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા ઉપર પડતા લોકોએ કેરી લેવા પડાપડી કરી હતી. અકસ્માતની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

મુંબઈ તરફથી 12 ટન કેરી ભરીને વલસાડ તરફ એક ટ્રક જઈ રહ્યો હતો. ત્યારે અચાનક હાઈવે ઉપર ઊભેલું કન્ટેનર આવી જતા તેની સાથે ટક્કર ન થાય તે માટે બચાવવા જતા ટ્રક પલટી ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકમાં ભરેલી 12 ટન કેરીનો જથ્થો રસ્તા ઉપર વેરાઈ ગઈ હતી. રસ્તે પસાર થતા રાહદારીઓએ ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફતે અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતની ઘટનાને લઈને વાપી વલસાડ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot