Explore

Search

February 4, 2026 6:07 pm

IAS Coaching

108ની સરાહનીય કામગીરી:વલસાડની ધરમપુર ચોકડી નજીક અસ્થિર મગજની મહિલાની જાહેરમાં ડિલિવરી થતા 108 એમ્બ્યુલન્સની ટીમે મહિલાને હોસ્પિટલ પહોંચાડી

વલસાડ શહેર નજીક આવેલા ધરમપુર ચોકડી ખાતે એક અસ્થિર મગજની મહિલાની સોમવારે સવારે જાહેરમાં ડિલિવરી થઈ ગઈ હતી. મહિલા નવા જન્મેલા શિશુને હાથમાં લઈને ફરી રહી હતી. મહિલા અસ્થિર મગજની હોય તેવું સ્થાનિક લોકોને જણાતું હતું. રાત ઉપરથી પસાર થતી એક આશા વર્કરે 108ની ટીમની મદદ લઈને મહિલાને અને નવજાત શિશુને મેડિકલ સહાય આપવા મદદ માંગી હતી. વલસાડ તાલુકાની ડુંગરી 108ની ટીમને કોલ મળતા 108ની ટીમના EMT ચંદ્રવતીબેન પટેલ અને પાયલોટ રાકેશ પટેલ સાથે તાત્કાલિક ધરમપુર ચોકડી તરફ આવવા રવાના થયા હતા.

108ના EMTએ કોલર પાસેથી પ્રાથમિક માહિતી મેળવી હતી. જ્યારે EMTએ કોલ કરનાર આશા વર્કરને નવજાત બાળકને જન્મ આપનાર મહિલાને સાઈડ ઉપર બેસાડવા જણાવ્યું હતું. ત્યારે કોલરે તે ઘટના સ્થળે ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ 108ની ટીમે ધરમપુર ચોકડી અને આજુબાજુના વિસ્તારમાં બાળકને લઈને ફરતી મહિલાની શોધખોળ હાથ ધરી હતી. 108ની ટીમને અસ્થિર મગજની મહિલા નવજાત બાળકને હાથમાં લઈને ફરતી મળી આવી હતી. અસ્થિર મગજની મહિલા હાથમાં બાળક જોતા કુપોષિત બાળક હતું. બાળકનું વજન માત્ર 510 ગ્રામ હતું. સ્થાનિક મહિલાઓની મદદ લઈને 108ની EMT ચંદ્રાવતીબેને બાળકની નાળ કાપી બાળકને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યાર બાદ અસ્થિર મગજની મહિલાને પ્રાથમિક સારવાર આપવા અને હોસ્પિટલમાં દાખલ કરવા 108માં બેસાડતી વખતે મહિલા એમ્બ્યુલન્સમાં બેસવા તૈયાર ન હતી.

અમદાવાદ ગયેલો પતિ હમણાં તેને લેવા આવશે માત્ર એક જ રટણ કરતી હતી. 108ની EMT ચંદ્રાવતીબેને યુક્તિ પૂર્વક માહિલાને 108માં બેસાડી નવજાત બાળક શિશુને અને મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. કોઈ યુવક અસ્થિર મગજની સગર્ભા મહિલાને તરછોડી ગયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. ધરમપુર ચોકડી ખાતે 26 વર્ષીય અસ્થિર મગજની મહિલાની જાહેરમાં ડિલિવરી થતા નવજાત શિશુને અને મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હોવાની વલસાડ સીટી પોલીસ મથકે સિવિલ હોસ્પિટલના તબીબે નોંધ કરવી હતી. પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot