Explore

Search

February 4, 2026 4:20 pm

IAS Coaching

ધારીના યુવકે મહારાષ્ટ્રના યુવાનને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, મહિલા મિત્રને ઈશારો કર્યાની શંકામાં હત્યા કરી

વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. દમણના એક ઢાબામાં અમરેલીના ધારીનો યુવક તેની મહિલા મિત્ર સાથે ખાણી પીણીની મજા માણી રહ્યો હતો, ત્યારે સામેના ટેબલ ઉપર બેસેલા મહારાષ્ટ્રના કેટલાક યુવકો પૈકી એક યુવકે આ યુવતીને ઈશારો કરી છેડતી કરી હોવાની શંકા જતા ધારીનો યુવક સામેના ટેબલ ઉપર જઈને યુવતીની છેડતી ન કરવા સમજાવતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ધારીના યુવકે મહારાષ્ટ્રના યુવકના ગળા નીચે ચપ્પુ ફેરવી દીધુ હતી. જેથી ઢાબામાં દોડધામ મચી ગઈ હતી. યુવક લોહિલુહાણ હાલતમાં ત્યા જ ઢળી પડ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. દમણ પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમરેલીના ધારી ગામનો 35 વર્ષીય યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ તેની મહિલા મિત્ર સાથે દમણની સહેલગાહ માણવા આવ્યો હતો. ત્યારે આ યુવક અને તેની મિત્ર દમણ ઢાબા ખાતે ખાણી પીણીની મઝા માણી રહ્યા હતા. જે દરમિયાન તેમની સામેના ટેબલ પર મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલથી આવેલા 6 યુવાનો પણ ખાણી પીણીની મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યારે આ 6 યુવાનો પૈકી એક યુવકે યુવતીને ઈશારા કરી તેની છેડતી કરી રહ્યો હોવાની ધારીના યુવકને શંકા ગઈ હતી. જેથી ધારીનો યુવક પ્રદ્યુમન તે યુવાનોના ટેબલ પાસે જઈને બોલાચાલી કરવા લાગ્યો હતો.

ઢાબા પર થયેલી નાની સરખી બોલાચાલીએ અચાનક રૌદ્ર સ્વરૂપમાં ધારણ થઈ કરી હતી. ત્યારે પ્રદ્યુમન સિંહ ગોહિલે તેની પાસે રહેલા ધારદાર ચપ્પુ જેવા હથિયાર વડે મહારાષ્ટ્રના યુવક ધીરજ જાદવના ગળા પર ફેરવી દેતા તે યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટના બાદ ઢાબામાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણકારી તુરંત કડૈયા પોલીસને કરવામાં આવી હતી.

આ તરફ ગંભીર સ્થિતિમાં જમીન ઉપર પડેલા યુવાનને સારવાર અર્થે તાત્કાલિક નજીકની મરવડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. ઘટનાને પગલે કડૈયા પોલીસે ઘટના સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી આ મામલે પોલીસ ચોપડે હત્યાનો ગુનો દાખલ કરી આ કામના આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલ ( ઉં. 35 રહે. ધારી, અમરેલી, ગુજરાત ) ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot