Explore

Search

February 4, 2026 4:20 pm

IAS Coaching

વલસાડના તિથલ બીચ પર આવતા સહેલાણીઓને દરિયા નજીક ન જવા સૂચના આપવામાં આવી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

INCOIS(Indian National Centre for Ocean Information Services) દ્વારા 18 એપ્રિલના રાત્રે 12 વાગ્યા સુધી દેશના દરિયા કિનારે આવેલા રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં દરિયાના પાણીનો વધારો થઈ શકવાની આગાહી જાહેર કરી છે. જેને લઈને વલસાડ જિલ્લા પ્રાંત અધિકારીએ સહેલાણીઓની સુરક્ષાના ભાગ રૂપે સહેલાણીઓ હાઈટાઇડના સમયે દરિયા નજીક જતા અટકાવવામાં આવ્યા છે. સાથે સાગરખેડૂઓને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. જેને લઈને વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકીએની સૂચના મુજબ વલસાડ સિટી પોલીસે સહેલાણીઓ દરિયા નજીક જતા અટકાવ્યા હતા. સાથે માછીમારોને અને દરિયા કિનારે વસતા લોકોને ઘરનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 1600 કિલોમીટરની દરિયા કિનારો સહિત દેશના દરિયા કિનારે પાણીનું સ્તર 1.5 મીટર જેટલું વધવાની સંભાવના રહી છે. જેને ધ્યાને લઈને INCOISની ટીમે વલસાડ જિલ્લા સહિત રાજ્યના દરિયા કિનારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 18 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી બીચ ઉપર તકેદારી રાખવા અને દરિયા કિનારે રહેતા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. સાથે માછીમારોને 18 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. જેને લઈને તકેદારીના ભાગ રૂપે વલસાડ તિથલ બીચ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવીને સહેલાણીઓને દરિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. દરિયામાં હાઈ ટાઈડ હોય ત્યારે સાગર ખેડુઓને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. સાથે સહેલાણીઓને વોકવે ઉપર રહીને દરિયાની મજા માણવા તથા સહેલગાહ માણવા છૂટ આપવા આવી છે. વલસાડ પ્રાંત અધિકારીની સૂચના મુજબ સહેલાણીઓ તહેદારીના ભાગ રૂપે દરિયા નજીક જતા સહેલાણીઓને પોલીસ વિભાગ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે પ્રાંત અધિકારી આસ્થા સોલંકીએ જણાવ્યું છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot