Explore

Search

February 4, 2026 2:44 pm

IAS Coaching

વાપી જીઆઇડીસીમાં રાહદારીના હાથમાંથી ફોન ઝૂંટવી ફરાર થનાર બે ઇસમોની પોલીસે ધરપકડ કરી

વાપી જીઆઇડીસીમાં રાહદારીના હાથમાંથી ફોન ઝૂંટવી ફરાર થનાર બે ઇસમોની પોલીસે ધરપકડ કરી તેઓ પાસેથી ત્રણ મોબાઇલ અને એક્ટિવા કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. વાપી ભડકમોરામાં રહેતા અને થર્ડ ફેસ સ્થિત રંકા કંપનીમાં નોકરી કરતા નિખીલસિંગ પ્રેમશંકર સિંગ બુધવારે સવારે નોકરીએ જવા માટે ચાલીને નીકળ્યા હતા. ફોન ઉપર માતા સાથે વાત કરતા કરતા થર્ડ ફેસ હનુમાનજી મંદિર ચાર રસ્તા પાસે પહોંચતા નંબર વગરની એક્ટિવા પર આવેલા બે ઇસમો ફોન ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.

ફરિયાદના આધારે જીઆઇડીસી પીઆઇ એમ. પી. પટેલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આપોકો હારીશ કમરૂલને મળેલી બાતમીના આધારે મોરારજી સર્કલ પાસેથી મોપેડ સાથે આરોપી અકરમ હુસેન ઉર્ફે બદ્દામ રમજાન અલી મનીહાર રહે. લવાછા કિશનની ચાલી અને સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકીમ મનીહારા રહે. નાની તંબાડી એટી ફળિયા ઇશ્વર પટેલની ચાલીમાં ને પકડી પાડી તેઓ પાસેથી એક મોપેડ, ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. 99,999નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરાઇ છે. આરોપીઓ ફોન સ્નેચિંગ સાથે અન્ય કયા ગુનામાં સામેલ છે તેની પૂછપરછ હાથ ધરાઇ છે. વાપી વિસ્તારમાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ છીનવી ફરાર થનારી ગેંગ સક્રિય થઇ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot