Explore

Search

February 4, 2026 2:44 pm

IAS Coaching

વાપી મોરારજી દેસાઈ સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે મોપેડ ઉપર આવતા 2 મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડયા

વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાની સુચનના આધારે વલસાડ જિલ્લાના વાપી GIDC પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વાપી મોરારજી દેસાઈ સર્કલ પાસેથી નંબર વગરની બાતમીવાળી મોપેડ અટકાવી હતી. મોપેડ ઉપર સવાર 2 યુવકોને ચેક કરતા યુવકો પાસેથી ચોરીના 3 મોબાઈલ અને નંબર વગરની મોપેડ મળી આવી હતી. શંકાસ્પદ આરોપી યુવકોની પ્રાથમિક પૂછપરછ કરતા બંને યુવકોએ GIDC પોલીસ મથક વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ અને મોપેડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

વલસાડ SP ડો કરનરાજ વાઘેલા અને DySP બી એનદવેએ વાપી પંથકમાં વધતી જતી વાહન ચોરી અને મોબાઈલસ્નેચિંગની ઘટનાઓને અંકુશ લાવવા સૂચના આપી હતી.જે સુચનાના આધારે વાપી GIDC પોલીસના PI મયુર પટેલના નેતૃત્વમાં વાપી GIDC પીલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમ્યાન વાપી મોરારજી દેસાઈ સર્કલ પાસે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોને મળેલી બાતમીના આધારે મોરારજી દેસાઈ સર્કલ તરફ આવતી નંબર વગરની એક મોપેડ ઉપર સવાર 2 યુવકો મોબાઈલ સ્નેચિંગ અને બાઇક ચોરીમાં સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે વાપી GIDC પોલીસની ટીમે બાતમીના વર્ણનવાળી મોપેડ આવતા મોપેડ અટકાવી મોપેડ ઉપર સવાર બંને યુવકો પાસેથી મોપેડને પેપર, લાયસન્સ વગેરે ડોક્યુમેન્ટ માંગ્યા હતા. સાથે બંને યુવકોને ચેક કરતા બંને યુવકો પાસેથી કુલ 3 મોબાઈલ મળી આવ્યા હતા. વાપી GIDC પોલીસે બંને યુવકો પાસેથી મોબાઈલના બિલ સાબે મોપેડના બિલ સહિતના ડોક્યુમેન્ટ અંગે પૂછપરછ કરતા યુવકોએ મોપેડ અને મોબાઈલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે વાપી GIDC પોલીસની ટીમે 22 વર્ષીય, અક્રમ હુસેન રમઝાન અલી મનિહાર અને 18 વર્ષીય, સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકિંમ મનિહારને 3 મોબાઈલ અને મોપેડ મળી કુલ 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot