Explore

Search

February 4, 2026 2:54 pm

IAS Coaching

2015માં વલસાડમાં કોમ્પ્યુટર ક્લાસમાંથી પરત ફરી રહેલી સગીરાની છેડતી કરવાના કેસમાં કોર્ટે આરોપી યુવકને 3 વર્ષની સજા 

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક ગામમાં શ્રમિક પરિવાર રહેતો હતો. 3જી મેં 2015ના રોજ શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હતું. એક શ્રમિક પરિવારની 14 વર્ષીય સગીરા પારડી ખાતે આવેલા કોમ્પ્યુટર ક્લાસમાં કોમ્પ્યુટરનો કોર્ષ શીખવા ગઈ હતી. કલાસ પૂર્ણ થતાં સગીરા સાઇકલ ઉપર ઘરે પરત ફરી રહી હતી. જે દરમ્યાન મુખ્ય રોડ ઉપર પારડીના પરિયા ગામમાં રહેતો મિલન ઈશ્વર પટેલ રસ્તા પાસે ઉભો હતો. સગીરા રસ્તા ઉપરથી પસાર થતા મિલને સગીરા પાસે દોડી જઇ સગીરાને પાછળથી પકડી ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરી સગીરાને અડપલાં કર્યા હતા. સગીરાએ તાત્કાલિક બૂમાબૂમ કરતા મિલન ત્યાંથી ભાગી ગયો હતો અને સગીરા ઘરે ભાગી ગઈ હતી. સગીરાની માતા મજૂરી કામ કરી જમવા આવી ત્યારે સગીરાને રડતા જોઈ હતી. સગીરાની માતાએ સગીરાને રડવાનું કારણ પૂછતાં સગીરાએ નિર્ભય બનીને માતાને હકીકત જણાવી હતી.

સગીરાની માતા એ મિલન પટેલ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ વાપીની પોકસો એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા DGP અનીલ ત્રિપાઠીનો દલીલોને ગ્રાહ્ય રાખીને અને સગીરાની સચોટ જુબાનીને માન્ય રાખીને વાપીની પોકસો એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ એમ પી પુરોહિતે સગીરાને અડપલાં કરવાના કેસમાં આરોપીને IPCની કલમ. 354 (A) (1) નાં ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.500/- દંડ અને જો દંડ નાં ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટ ની કલમ. 8 મુજબના ગુનામાં દોષિત જાહેર કરી 3 વર્ષ સખત કેદની કેદની સજા અને રૂ.500/ દંડ જો દંડ નાં ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કરી ઉપરોક્ત તમામ સજાઓ એકસાથે ભોગવવાનો પણ હુકમ કર્યો છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot