Explore

Search

February 4, 2026 2:44 pm

IAS Coaching

વલસાડ શહેરનો ખાસ વિસ્તાર મુશ્કેલીમાં SDPI ને લગાવે છે પુકાર

વલસાડના કરીમનગર વિસ્તારની કમ્પાઉન્ડ વોલની બાજુમાં આવેલ રસ્તો જેની બીજી બાજુ ધોબી તળાવ વિસ્તાર આવેલ છે તે રસ્તા પર દોઢ મહિનાથી ડ્રેનેજ નું પાણી ઉભરાઈ રહ્યું હતું. અને ધોબી તળાવના રહેવાસીઓના ઘર પાસે પ્રસરી રહ્યું હતું જેથી ખૂબ જ દુર્ગંધ ના કારણે તેઓને અને તેમના બાળકોના સ્વાસ્થ્યને કોઈ ખરાબ અસર ન થાય તે માટે રહેવાસીઓએ ગોલ્ડ કોઈન ન્યુઝ ના પત્રકાર હમીદ શેખને મળી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખને આ સમસ્યાની જાણ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ હમીદ શેખ એ મુખ્તાર શેખને આ ગંભીર સમસ્યાની જાણ કરતા મુખ્તાર શેખ સવારના સમયે રહેવાસીઓની મુલાકાત લેવા માટે ગયા હતા અને ભેગા થયેલ રહેવાસીઓની સમસ્યાઓ સાંભળી હતી. અને રહેવાસીઓને બાહેધરી આપી કહ્યું હતું કે આ સમસ્યાનું હું મારી જવાબદારી એ મારી ફરજ સમજી આ કામ કરાવી દઈશ તમે બેફિકર રહો કહી મુખ્તાર શેખ એ નગરપાલિકાની ડ્રેનેજ શાખામાં જાણ કરતાની સાથે બીજા જ દિવસે ડ્રેનેજ શાખાની ટીમ વહેલી સવારના સમયે વિસ્તારમાં પહોંચી ગઈ હતી. અને પૂરેપૂરું સમારકામ કરી રહેવાસીઓને રાહત કરી આપી હતી જે બદલ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ના વલસાડ જિલ્લા પ્રમુખ એ નગરપાલિકાની ડ્રેનેજ શાખા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો…!

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot