Explore

Search

February 4, 2026 2:54 pm

IAS Coaching

નવા કાયદાની જાણકારી:1લી જુલાઇ -2024ના રોજ અમલમાં આવનાર 3 નવા કાયદાની જાણકારી માટે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના હોલમાં બેઠક યોજાઇ

ડાયરેકોરેટ ઓફ પ્રોસીક્યુશન, ગુજરાત રાજ્ય ગાઁધીનગરના કુશળ નેત્રુત્વ હેઠળ મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી અને DySP એ.કે.વર્માના અધ્યક્ષ સ્થાને તા.1લી જુલાઈ 2024થી અમલમાં આવનાર 3 કાયદા અનુક્રમે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા, ભારતીય ન્યાય સહિત, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અન્વયે વલસાડ જિલ્લા સરકારી વકીલના અધ્યક્ષ સ્થાને અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના સહ અધ્યક્ષ સ્થાને જિલ્લામાં ફરજ બજાવતા એડીશનલ પબ્લીક પ્રોસીક્યુટર, તથા આસીસ્ટંટૅ પબ્લીક પ્રોસીક્યુટર સાથે નવા ત્રણ કાયદાની જાણકારી માટે એક બેઠકનું આયોજન વલસાડ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના હોલમાં રાખવામાં આવ્યું હતુ.

જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીનાઓ દ્વારા તા.1લી જુલાઈન024ના રોજ થી અમલમાં આવનારા ત્રણેય કાયદાઓનું વિસ્તૃત છણાવટ સાથે નવા કાયદાની અંદર કરવામાં આવેલ જોગવાઇ ઉપરાંત આ કાયદાથી સામાન્ય જનતાને તેના લાભ ઉપરાંત જુના અને નવા કાયદાઓ વચ્ચે જે છુટકબારીઓ હતી. તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને આ બેઠક જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના કાયદા અધિકારી સુરેશભાઇ કંથીરીયાનાઓ દ્વારા પણ પ્રસંગને અનુરૂપ પોતાનું વ્યકત રજુ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષકનુ પુષ્પગુચ્છથી AGP નવિનભાઇ પ્રજાપતી અને મુખ્ય જિલ્લા સરકારી વકીલનુ સ્વાગત APP અશોકભાઇ પટેલે કર્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના કાયદા અધિકારીનુ સ્વાગત APP આઇ.કે.વોરાએ કર્યું હતું. આ કાર્યક્રમનુ સફળતા પુર્વક સંચાલન કરી મહાનુભવોનુ શાબ્દિક સ્વાગત તથા આભાર વિધી APP મનિષભાઇ પટેલે કરી હતી. આ બેઠકમાં સમગ્ર જિલ્લાની અદાલતમાં ફરજ બજાવતા સરકારી વકીલ તથા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot