Explore

Search

February 4, 2026 2:44 pm

IAS Coaching

આત્મહત્યા:વલસાડમાં પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ ફાંસો ખાઇ લીધો

વલસાડ નજીક મોગરાવાડી ખાતે હિરા ફેકટરી પાસે આવેલા આશા મૂર્તિ પેલેસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ રાઠોડન ઇકો ગાડી ચલાવી ગુજરાન કરે છે.સુરેશના પ્રથમ પત્ની સાથે છુટા છેડા થયા બાદ ચાર માસ અગાઉ પ્રિતી આહિર ઉ.23 સાથે પ્રેમસંબંધ થતાં લગ્ન કર્યા હતા.પ્રિતીના પણ અગાઉ લગ્ન થયા હતા અને કોઇકારણે છુટાછેડા લીધા હતા.બંન્ને લગ્ન બાદ મોગરાવાડીમાં રહેતા હતા.લગ્ન સંસાર માડ્યા બાદ તેઓ વચ્ચે અમુક બાબતોએ બોલાચાલી પણ થતી હતી.જે અંગે પ્રીતિ તેણીના માતા પિતાને જાણ કરતી હતી.જો કે દીકરીનું સારું સંસારિક જીવન ઇચ્છતા માતા પિતા બધુ થાળે પાડતા હતા.દરમિયાન તેઓ બંન્ને વલસાડ તિથલમાં સાઇબાબા મંદિર પાસે બેસવા ગયા હતા.જ્યાંથી ઘરે આવ્યા બાદ સતિષે પ્રીતિને સુઇ જવાનું કહી રોજી માટે ઇકો ગાડીમાં ભાડુ મારવાના કામ અર્થે બહાર જવાનો હોય ગુસ્સામાં હતી.ત્યારે તેણીએ હાથમાં બ્લેડ મારી દીધું હતું,જેથી સુરેશે તેણી હાથમાંથી બ્લેડ લઇ લેવા પ્રયાસ કર્યો હતો.આ અંગે સુરેશે તેની બહેનને પણ આ અંગે જાણ કરતાં તે ઘરે આવી હતી.પ્રીતિના માતા પિતા કોઇ આવ્યું ન હતું.બાદમાં સુરેશ કામ અર્થે જતો રહ્યો હતો અને પ્રીતિ ઘરમાં એકલી હતી.દરમિયાન સુરેશ પોતાનું કામ પતાવીને સાંજે ઘરે આવ્યો ત્યારે ફલેટનો દરવાજો લોક કર્યો ન હોવાનું ધ્યાને આવ્યું હતું.તેણે દરવાજો ખોલતા હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં પ્રીતિની લાશ જોતાં પતિ સુરેશ સ્તબ્ધ થઇ ગયો હતો.સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તેણીનો મૃતદેહ નીચે ઉતારી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot