Explore

Search

February 4, 2026 2:44 pm

IAS Coaching

વલસાડ પોલીસે 6 આરોપીઓને દબોચ્યા, 14 માર્ચે પારડીમાં ઘરમાં મહિલાઓને માર મારી દાગીનાની લૂંટ ચલાવી હતી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામના દેસાઈફળિયામાં આવેલા એક મકાનમાં 2 મહિલાઓ રહે છે. તે ઘરને 4 અજાણ્યા તસ્કરોએ 14 માર્ચની રાત્રીએ ટાર્ગેટ કર્યો હતો. અજાણ્યા તસ્કરોએ ઘરમાં.પ્રવેશી ઘરમાં મહિલાઓએ પહેરેલા સોના ચાંદીના ઘરેણાં તસ્કરોએ માંગ્યા હતા. બંને મહિલાઓએ ઘરેણાં ન આપતા મહિલાઓને લાકડાના ફાટક માટી ઘરેણાં અને કબાટમાં મુકેલા રોકડા રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા વલસાડ LCB, SOG સહિત જિલ્લા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોદગી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. વલસાડ LCBની ટીમને પારડી અમદાવાદ અને દાહોડથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. 

પારડી પલસાણા લૂંટ સહિત પારડી 3, ડુંગરા 3 અને વલસાડ રૂરલ પોલીસ મથકના 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામના દેસાઈવાડમાં સવિત્રીબેન ગુણવંતભાઈ નાયકના ઘરે રહેતા ઉષાબેન મહેશભાઈ જોષી રહે છે. તસ્કરો વિસ્તારની કરેલી રેકી દરમ્યાન ઘરમાં 2 મહિલાઓ એકલી રહેતી હોવાનું ધ્યાને આવતા 14 માર્ચના રોજ તસ્કરોએ ઘરને તસ્કરી માટે ટાર્ગેટ કર્યું હતું. 14 માર્ચની રાત્રીએ સાવિત્રીબેનના ઘરે 4 અજાણ્યા બુકાની ધારી યુવકો લાકડાઓ લઈને આવી પહોંચ્યા હતા. સવિત્રીબેન અને ઉષાબેને પહેરેલ સોના ચાંદીના ઘરેનાઓ અને રોકડા રૂપિયા આપવા જણાવ્યું હતું. સવિત્રીબેને તેમણે પહેરેલા ઘરેણાં આપવાની ના પાડતા તસ્કરોએ સાવિત્રી બેનને લાકડાના ફાટક માર્યા હતા. જે બાદ સાવિત્રીબેને પહેરેલી સોનાની બુટ્ટી અને સોનાના પાટલા આપ્યા હતા.

ઉષાબેન પાસે.પણ તસ્કરોએ તેમણે પહેરેલ ઘરેણાં માંગતા ઉષાબેને ઘરેણાં આપી દીધા હતા. કબાટની ચાવી વિશે પૂછતાં બંને મહિલાએ કબાટની ચાવી બતાવી હતી. તસ્કરોએ કબાટમાંથી રોકડા રૂ. 50 હજાર મળી કુલ 3.87.લાખનો મુદ્દાલની તસ્કરી કરી આરોપીઓ ભાગી ગયા હતા. ઘટના અંગે સવિત્રીબેને પરિવારમાં સભ્યપને અને પાડોશીઓને ઘટનાની જાણ કરો હતી. બનાવ અંગે પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તે કેસમાંવલસાડ SP કરનરાજ વાઘેલાની સૂચના આને માર્ગદર્શન મુજબ વલસાડ LCB, SOG અને પારડી પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરીહતી. જે દરમ્યાન વલસાડ LCBની ટીમે પારડી તાલુકાના 2 સ્થાનિક મળી કુલ 6 આરોપીઓને પારડી, અમદાવાદ અને ગોધરાના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.આ કેસમાં પણ પારડીના બાબુ પટેલે આરોપીઓને ટિપ્સ આપી હોવાનું સામે આવ્યુ છે. જેમાં એક દુકાન આગળ સ્થાનિક લોકોને પારડી તાલુકાના પલસાણા ગામમાં રહેતી 2 મહિલાઓએ તાજેતરમાં જમીન વહેંચી હોવાથી ઘરમાં મોટી રકમ હોવાની જાણકારી મળી હતી. જે ટિપ્સ બાબુ પટેલને મળતા બાબુ પટેલે તે ટિપ્સ ગોધરાની લૂંટારું ગેંગના સભ્યોને બોલાવી ટિપ્સ આપી હતી. ઘટના પહેલા બાબુ પટેલે તેમની ગાડીમાં ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ફેરવી ઘટના સ્થળની રેકી પણ કરી હોવાનું સામે આવ્યું હતું

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot