Explore

Search

February 4, 2026 2:44 pm

IAS Coaching

છૂટાછેડા થયા બાદ પણ સિદ્દિકાને રિઝવાન જાનથી મારવાના ઇરાદે હથિયાર લઈ મારવા આવ્યો

ખડકી ભાગડા રાખોડિયા તળાવની સામે રહેતી સિદદિકા શબ્બીરભાઈ બ્રહ્હનપુરીના લગ્ન રિઝવાન પઠાણ સાથે 2005 ની સાલમાં થયેલ હતા અને 2023 ની સાલમાં બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા જેનો કેસ હાલ ચાલી રહ્યો છે તારીખ 30 4 2024 ના રોજ સવારના સુમારે સિદ્ધિકા શાકભાજી લેવા માર્કેટમાં ગઈ હતી તે દરમિયાન સવારના 11:30 કલાકે રિઝવાન ફરી એક વાર આક્રોશમાં આવી સિદ્ધિકાના ઘરે જઈ ઝઘડો તકરાર કરવા લાગ્યો હતો.સિદ્ધિકાની ભાભી એ રિઝવાન વિશે તાત્કાલિક સિદદીકાને ફોન કરી ઘટનાની સમગ્ર માહિતી આપી સિદ્ધિકાને તાત્કાલિક ધોરણે ઘરે બોલાવી. રિઝવાન સિદ્ધિકાને આવતા જોઈ વધુ આક્રોશમાં આવી ગાળો બોલી ઝઘડો તકરાર કરવા લાગ્યો અને ગાડી નંબર gj 06 cm 8727 ma લાવેલ ધારદાર હથિયાર ગાડીમાંથી લઈ મારવાના ઇરાદે આગળ વધવા લાગ્યો. રિઝવાન નો આક્રોશ જોઈ પોતાનો બચાવ કરતા ઘરના તમામ સદસ્યો તથા આજુબાજુના રહેવાસીઓએ રિઝવાનને ઘેરી લીધો અને તાત્કાલિક ધોરણે પોલીસમાં ફરિયાદ કરી દેવામાં આવી સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી પોલીસ એ આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot