Explore

Search

February 4, 2026 1:05 pm

IAS Coaching

દમણમાં ભાજપના નેતાની હત્યા મિલકત વિવાદમાં સગાભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળી દીધું, પોલીસે આરોપીની ધરપકડ કરી.

સંઘ પ્રદેશ દમણમાં નાની દમણ તીન બત્તી પાસે રહેતા વિકી ટંડેલ કે જેઓ દમણ ભાજપના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા હતા. ગત રાત્રીએ વિકી ટંડેલનું મિલકત વિવાદમાં તેના જ ભાઈએ ઢીમ ઢાળી દીધું હતું. આ હુમલામાં વિકી ટંડેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે બૂમાબૂમ થતાં વિકી ટંડેલના પરિવારના સભ્યો અને પાડોશીઓ દોડી આવ્યા હતા. જેથી હુમલાખોર ફરાર થઇ ગયો હતો.

આ ઘટના અંગે પરિવારના સભ્યોએ સ્થાનિક અગ્રણીઓ અને નાની દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી નાની દમણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. તેમજ પરિવારના સભ્યોનાં નિવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ વિકી ટંડેલ પર તેમના જ સગાભાઈએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વીકિ ટંડેલના ભાઈ અશોક ટંડેલની અટકાયત કરી છે. વિકી ટંડેલ ઉપર જમીન વિવાદને લઈને હુમલો થયો હતો.

પોલીસે લાશનો કબજો મેળવી પરિવારના સભ્યોનાં નિવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વિકી ટંડેલનો મિલકતને લઈને ભાઈ અશોક ટંડેલ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. દમણ પોલીસે પરિવારના સભ્યોના નિવેદનના આધારે નાની દમણ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી અશોક ટંડેલની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, અશોક ટંડેલ અને વિકી ટંડેલ પરિવાર પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે. અશોક ટંડેલ લંડનથી 7મી મેના રોજ દમણ આવ્યો હતો.

નાની દમણના PSI વિશાલ પટેલે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે, વિકી ટંડેલ નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જેની માહિતી મળતાં જ પોલીસ તુરંત સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં જાણ થઈ હતી કે, જેને અહીં લાવવામાં આવ્યો હતો તેની ઘાતક હથિયારોથી હુમલો કરીને હત્યા કરવામાં આવી છે. જેને પગલે આઈપીસી કલમ 302 મુજબ કલમ લગાવી ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન માહિતી સામે આવી હતી કે, સગાભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી હતી. છેલ્લા કેટલાય સમયથી મિલકત વિવાદ ચાલી રહ્યો હતો. જેને પગલે જ હત્યા કરવામાં આવી છે.

રિપોર્ટર વસીમ સૈયદ 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot