Explore

Search

February 4, 2026 1:05 pm

IAS Coaching

દમણની કંપનીમાં લઈ જવાતા ટેન્કરમાંથી પામ તેલ ચોરી કરનાર ચાલક અને ક્લીનર અને હોટલનો સંચાલક ઝડપાયો

વલસાડ હાઇવે ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશ લાવવા વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ રૂરલ પોલીસની ટીમને સૂચના આપી હતી. જે સુચનના આધારે વલસાડ રૂરલ પોલીસના PI ભાવિક જીતિયાના નેતૃત્વમાં વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અદાણી પોર્ટથી એક ટેન્કરમાં પામ તેલ લઈને દમણ જઈ રહ્યો હતો. જે સરોધી હાઇવે ઉપર જમવા રોકાયો હતો. જે દરમ્યાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સરોધી હાઇવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરના ચાલક, ક્લીનર અને હોટલ સંચાલકની મિલીભગતમાં હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલું એક ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પામ તેલ ચોરી થતી હોવાની બાતમી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળી હતી.

જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં ચેક કરતા બાતમીવાળા ટેન્કર પાસે 3 ઇસમો ટેન્કરના વાલ પાસે ઉભા રહીને ટેન્કરમાંથી પામ તેલ ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રૂરલ પોલીસે અચાનક ધસી જઇ કોર્ડન કરી ટેન્કરમાંથી તેલ ચોરેલા 7 ડબ્બા સાથે સરોધી હાઇવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલનો સંચાલક ભાર્ગવ હસુમખભાઇ વાડદોરિયા, ટેન્કર ચાલક કિશન અનિલ યાદવ અને ક્લીનર લાલબહાદુર બેજનાથ યાદવની વલસાડ રૂરલ પોલીસની ટીમે અટકાયત કરી હતી.

આરોપીઓની વલસાડ રૂરલ પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા ટેન્કર ચાલક કિશન સરોધી હાઇવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલમાં અવારનવાર જમવા આવતો જતો રહેતો હતો. જેથી હોટલ સંચાલક ભાર્ગવ સાથે ઓળખાણ થઇ હતી. જેથી ટેન્કરના માલિક અને ઓઇલ કંપનીના સંચાલકોની જાણ બહાર ટેન્કરમાંથી તેલ કાઢી એક તેલના ડબ્બાના રૂ.1200 પ્રમાણે વેચવાનું નક્કી થયું હતું. જેમાં 15 કિલોના 7 ડબ્બા પામ તેલ ટેન્કરમાંથી કાઢી ભરી આપ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે હોટલ સંચાલક,ટેન્કર ચાલક અને ક્લીનર લાલબહાદુર સહિત 3ની અટક કરી પામ તેલના 15 કિલોના 7 ડબ્બા સાથે આરોપીઓની ધરપકડ કરી. વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot