
વલસાડ જિલ્લાના વાપી GIDC પોલીસ લાઈનમાં રહેતા 31 વર્ષીય, મનીષભાઈ સોમાભાઈ મહેરિયા વલસાડ સીટી પોલીસ મથકે કોન્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. મૂળ સુરેન્દ્રનગરના મનીષભાઈ મહેરિયા વર્ષ 2016માં પોલીસ વિભાગમાં ભરતી થયા હતા. હાલ વલસાડ જિલ્લામાં વાપી GIDC લાઈનમાં રહી વલસાડ સીટી પોલીસ મથકે સેવા આપી રહ્યા હતા. આજે વાપી GIDCની પોલીસ લાઈનમાં આવેલી મનીષભાઈની રૂમમાં.અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ વાપી GIDC પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વલસાડ GIDC પોલીસની ટીમે તાત્કાલિક વલસાડ SP, DySP, LCB, SOG સહિતના અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. વલસાડ SP સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વાપી GIDC પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી મનીષભાઈની લાશને PM માટે ખસેડવામાં આવી હતી. અધિકારીઓએ કરેલી પ્રાથમિક પૂછપરછમાં મનીષભાઈ ના લગ્ન 8 વર્ષ પહેલાં થયા હતા. તેમને બાળકો થતા ન હોવાથી દવાઓ પણ ચાલી રહી હતી. થોડા સમયથી ચિંતામાં રહેતો હોવાનો પરિવારના સભ્યો અને મનીષભાઈના મિત્રોએ જણાવ્યું હતું. ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકે ADની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.





