Explore

Search

February 4, 2026 1:05 pm

IAS Coaching

વલસાડ ગુંદલાવ હાઈવે પર આવેલા હોટલના પાર્કિંગનો બનાવ, ડ્રાઈવરનું અગમ્ય કારણસર મોત

વલસાડ હાઇવે ઉપર આવેલી એક હોટલના પાર્કિંગમાં આરામ કરવા માટે ટ્રક ડ્રાઈવરે ટ્રક પાર્ક કરીને ટ્રકના નીચેના ભાગે બનાવેલા પલંગમાં આરામ કરી રહ્યો હતો, જે દરમ્યાન અગમ્ય કારણોસર ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.

 

મુંબઈની ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકોને ઘટનાની જાણ થતાં કંપ્નીનું કામ કરતા વાપીના કર્મચારીઓને મોકલાવી આગળની કાર્યવાહી હાથ ધરી. ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

BLR લોજીસ્ટ્રીક મુંબઈમાં કન્ટેનર ડ્રાયવર તરીકે ફરજ બજાવતો ગુરુપ્રીતસિંગ નરેન્દ્રસિંગ કન્ટેનર ડ્રાઈવર તરીકેની નોકરી કરતા હતા. જેઓ વલસાડ હાઇવે ઉપર ગુંદલાવ નજીક આવેલી રામદેવ હોટલના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને નીચે આરામ કરવા માટે બનાવેલા પલંગ જેવી જગ્યામાં બપોરે દૂધ અને પાણી પીધા બાદ આરામ કરતો હતો.

ત્યારે બપોરના સમયે હોટલના પાર્કિંગમાં અન્ય કન્ટેનરનીચે આરામ કરતા ડ્રાયવર ભગવંતસિંગે ગુરપ્રીતને ઉઠાડવાનો પ્રયત્ન કરતા તેના શરીરમાંથી કોઈ પ્રતિક્રિયા કે હલનચલન જોવા ન મળ્યું નહોતું. જેથી ગભરાયેલા સાથીઓએ ગુરપ્રીતનું શરીર ચેક કરતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક ભગવંતસિંગે BLR લોજીસ્ટ્રીકના સંચાલકને ઘટનાની જાણ કરી હતી.

ગણતરીની મિનિટોમાં વાપીમાં BLR લોજીસ્ટ્રીક કંપનીમાં કામ કરતા વાપીના કર્મચારીઓએ 108ની મદદ લઈને ચેક કર્યા ડ્રાઈવરનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચો લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot