વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તૂતરખેડ, સાતવાંકલ, ખપાટિયા, અવલખંડી સહિત 12 જેટલા ગામોમાં શીરપડતર જમીન ઉપર વર્ષોથી 800થી વધુ ખેડૂતો ખેતી કરતા આવ્યા છે. આ શીરપડતર જમીનમાં 1999 પહેલા ખેડૂતોના નમેં ચાલતી આવી હતી. 1999માં મહેસુલ વિભાગના ચોપડામાંથી ખેડૂતોના નામ કમી થઈ ગયા હતા.જેને લઈને ખેડૂતોએ વારંવાર શીરપડતર જમીનમાં ખેડૂતોના નામે કરવા અગ્રણીઓએ વારંવાર રજુઆત કરી હતી.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી નેતા કેલ્પેશ પટેલની આગેવાનીમાં ગામના અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ધરમપુર તાલુકાના 12 ગામોના અગ્રણીઓએ શીર પડતર જનીન નામે કરવા રજુઆત કરી હતી. વર્ષો પહેલા ખેતી કરતા બાપદાદાઓના નામે શીર પડતર જમીન ચાલતી આવી હતી. ફરી ખેડૂત ખાતેદારના નામે શીરપડતર જમીન નામે કરવા માંગ સાથે રજુઆત કરી હતી.





