Explore

Search

February 4, 2026 11:23 am

IAS Coaching

મધ્યપ્રદેશથી કાગળ આવતો, લીલી પેનથી સિક્યોરિટી થ્રેડ બનાવતા, મશીનથી બચવા લારી-ગલ્લાં પર વટાવતા.

સુરત શહેર SOG પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વેશ પલટો કરી બે મહિના વોચ ગોઠવી ડુપ્લિકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી પાડ્યું છે. આ કારખાનું લીંબાયત વિસ્તારમાં ચલાવતા ત્રણ શખસની ધરપકડ કરી છે. હાલ પોલીસને 9 લાખની 500, 200ની ડુપ્લિકેટ નોટો મળી આવી છે. આ સાથે પ્રિન્ટર, લેપટોપ, નોટોના ગ્રાફ પોલીસે કબ્જે કર્યા છે.

અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળો ખરીદ્યા આ અંગે મળતી માહિતી પ્રમાણે આ માટે પ્રથમ આરોપી ફિરોઝ શાહે YouTube ઉપર વીડિયો જોઈ નકલી ભારતીય ચલણી નોટ બનાવવાનું શીખ્યો હતો. જે માટે તેણે કલર પ્રિન્ટર, અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળો ખરીદ્યા હતા. સિક્યુરિટી થ્રેડ બનાવવા માટે લીલા રંગની ચમકવાળી બોલપેન ખરીદી હતી.

પ્રિન્ટરની મદદથી નોટો છાપવાનું ચાલુ કર્યું ફિરોઝને અન્ય આરોપી બાબુલાલ ગંગારામ કપાસીયા અને શફીક ખાન ઇસ્માઈલખાન મધ્યપ્રદેશથી અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળો અને શાહી ખરીદીને પહોંચાડતા હતા. ત્રણેય આરોપીઓ ભેગા મળી છેલ્લા બે મહિનાથી ન્યૂઝ ચેનલની ઓફિસમાં પ્રિન્ટરની મદદથી નોટો છાપવાનું ચાલુ કર્યું હતું.

શફીક ઉજ્જૈન ખાતે જમીન દલાલીનું કામકાજ કરતો આજરોજ નોટો છાપવા પોતાની ન્યૂઝ ચેનલની ઓફિસે ભેગા થતા પોલીસે રેડ કરતા પકડાઈ ગયા હતા. આરોપી શફીક ઇસ્માઈલ ખાનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ઉજ્જૈન ખાતે જમીન દલાલીનું કામકાજ કરતો હતો. તેની સાથે જમીન દલાલીનું કામકાજ કરતા અન્ય આરોપી બાબુલાલ ગંગારામ કપાસીયા સાથે થઈ હતી.

નફો સરખે હિસ્સે વેચવાનું નક્કી કર્યું શફિક અને બાબુલાલ બન્ને એક મહિના પહેલા સુરત ખાતે જમીન દલાલીના કામ માટે આવ્યા હતા, ત્યારે તેની મુલાકાત ફિરોઝ સુપડુ શાહ સાથે થઈ હતી. તેઓ ત્રણેયએ બનાવટી ચલણી નોટો છાપવાનું નક્કી કર્યું હતું. તેમા જે નફો થાય તે સરખે હિસ્સે વેચવાનું નક્કી કર્યું હતું. આરોપીઓ પોતે ફિરોઝ સુપડુની સાથે નોટો છાપવામાં મદદ કરતા હતા.

શંકા ન જાય તે માટે લારી, પાનના ગલ્લાંઓ ઉપર વટાવતા આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી તેને નબળું કરવા માટે ભારતીય બનાવટી ચલણી નોટો બનાવી તેને માર્કેટમાં ફરતી કરતા ઇસમોને આઈડેન્ટીફાઈ કરી તેઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા એસ.ઓ.જી./પી.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે ટીમો દ્વારા બનાવટી ચલણી નોટો છાપતા ઇસમો બાબતે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરી ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે, લિંબાયત વિસ્તારમાં રહેતા અને લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતો ફિરોઝ તેના મળતીયાઓ મારફતે ભારતીય બનાવટી ચલણી નોટો છાપે છે. કોઈને શંકા ન જાય તે માટે આવી બનાવટી નોટો લિંબાયત વિસ્તારમાં આવેલ શાકભાજીની લારી, પાનના ગલ્લાઓ વગેરે ઉપર વટાવે છે.

બે મહિનાથી વોચ રાખવામાં આવી રહી હતી ડીસીપી રાજદીપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી હોંશિયાર અને રીઢો હોય હોવાથી તેને સરળતાઓથી પકડવો મુશ્કેલ હતો. આ ઇસમને રંગેહાથે પકડવા માટે એસ.ઓ.જી. અને પી.સી.બી.ના માણસો વેશપલટો કરી ફેરીયાઓ બની શાકભાજીની લારી, કપડાની લારી, ફ્રુટની લારી, નાસ્તાની લારીઓ લઈ ઓફિસની આજુબાજુના વિસ્તારમાં ફરી આ ઇસમ ઉપર છેલ્લા બે મહિનાથી વોચ રાખવામાં આવી રહી હતી.

ફર્જી સિરીઝની જેમ જ ખેલ પાડ્યો શાહીદ કપૂર સ્ટારર ફર્જી વેબ સિરીઝની જેમ જ આરોપીઓએ પણ નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ફિરોઝ તેના બે ભાગીદાર બાબુલાલ અને શફીક સાથે તેની લિંબાયત મદિના મસ્જીદ પાછળ આવેલ SH ન્યૂઝ 24X7 ચેનલ અને સુરત હેરલ્ડ સાપ્તાહિકની ઓફિસમાં બનાવટી ચલણી નોટો છાપી હોવાની હકીકત મળી હતી. જેથી રેડ કરી આરોપી ફિરોઝ સુપડુ શાહ, બાબુલાલ ગંગારામ કપાસીયા અને શફીકખાન ઇસ્માઈલખાનને તેઓની ન્યૂઝ ચેનલની ઓફિસમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાનું મીની કારખાનું મળી આવ્યું હતું.

પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે 9.36 લાખની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા પેપર નંગ 3110, એક કલર પ્રિન્ટર, કટર મશીન નંગ 2, લીલા રંગની શાહી વાળી બોલપેન અને ઇન્ક બોટલ, ન્યૂઝ ચેનલનું પ્રેસ આઈડીકાર્ડ, ઇન્ટરવ્યૂના માઈક નંગ 4 વગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

બે વર્ષ જેલમાં રહ્યો પછી ન્યૂઝ ચેનલ શરૂ કરી આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ફિરોઝ સુપડુ શાહની પૂછપરછ કરતા તેણે જણાવેલું કે, પોતે અગાઉ 2015માં ઝારખંડ મુકામે ધનબાદ ખાતે બનાવટી ચલણી નોટો લેવા માટે ગયેલો અને ત્યાં પોલીસે તેને 35 હજારની બનાવટી ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો. આ કેસમાં પોતે બે વર્ષ જેલમાં રહેલો અને બાદમાં હાઈકોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યો હતો. ત્યાર બાદ બે વર્ષ પહેલા વ્યાજ વટાવનું લાયસન્સ લીધેલું અને તેમા પણ પૈસા ડૂબી ગયેલા. બાદમાં પોતાની ન્યૂઝ ચેનલ શરૂ કરી હતી. આ ન્યૂઝ ચેનલને છ મહિના જેટલો સમય પણ થઈ ગયો છે.

યુ-ટ્યુબ ઉપર નોટો છાપવાના વીડિયો જોયા ફિરોઝનું નાકનું ઓપરેશન થયેલું છે તેમજ છોકરીનું ઓપરેશન થયેલું હોવાથી પોતાની ઉપર પાંચ લાખ જેટલુ દેવું થઈ ગયું હતું. ઉઘરાણી વાળા હેરાન કરતા હતા. દરમિયાન તેની મુલાકાત મધ્યપ્રદેશ ખાતે રહેતા અન્ય બે આરોપીઓ સાથે થયેલી અને તેઓએ બનાવટી ચલણી નોટ છાપવાનો આઈડીયા આપ્યો હતો. ત્યાર બાદ તેઓ સુરત ખાતે આવી નોટો છાપવામાં અને બજારમાં ફરતી કરવા ગ્રાહકો શોધવામાં મદદ કરશે તેમ જણાવ્યું હતું. જેથી પોતે યુ-ટ્યુબ ઉપર નોટો કેવી રીતે છાપવી તે બાબતના વીડિયો જોયેલા અને ઉછીના પૈસા લઈ કલર પ્રિન્ટર, શાહી, નોટો છાપવા માટે તેને ભળતા આવતા કાગળો વગેરે મટીરીયલની ખરીદી કરી હતી. પોતાની ન્યૂઝ ચેનલની ઓફીસમાં ચલણી નોટો છાપવાનું ચાલુ કર્યું અને નોટો છાપવા તેની ઓફીસમાં ત્રણેય ભેગા થયેલા. ત્યારે પોલીસે રેડ કરી પકડી પાડ્યા હતા.

પોલીસે તપાસ તેજ કરી ભારતીય અર્થતંત્રને નબળું કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી બનાવટી ભારતીય ચલણી નોટ ઘુસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં એસ.ઓ.જી. સુરત શહેરને મોટી સફળતા મળી છે. આ ગુનામાં અન્ય આરોપ.

રિપોર્ટર ઇમરાન ખાન સુરત

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot