Explore

Search

February 4, 2026 11:26 am

IAS Coaching

ધરમપુરમાં બેંકમાંથી 1.50 લાખ રૂપિયા ઉપાડી ઘરે જતાં દિવ્યાંગના ખિસ્સામાંથી ગઠિયાએ 50 હજારની ઉઠાંતરી કરી.

વલસાડના ધરમપુરના પ્રભુ ફળિયામાં આવેલી બેંકમાં એક દિવ્યાંગ ખાતેદારે તેમની જરૂરિયાત મુજબ 1.50 લાખ ઉપાડ્યા હતા. 1 લાખ રૂપિયા પેન્ટના જમણા ખિસ્સામાં અને 50 હજાર રૂપિયા પેન્ટના ડાબા ખિસ્સામાં મુક્યા હતા. બેન્કમાંથી બહાર નીકળતી વખતે બેન્કમાં આવતા ખાતેદારોની ભીડનો લાભ લઈને દિવ્યાંગ ખાતેદારના પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂપિયા અજાણ્યો ઈસમ ઉઠાવી ગયો હતો.

બેંકની બહાર નીકળી દિવ્યાંગ આધેડે પેન્ટના ખિસ્સામાં ચેક કરતા રૂ 50 હજાર મળ્યા ન હતા. બેંકમાં જઈને ચેક કરતા બેંકમાં પણ પૈસા ન મળતા બેંકના મેનેજરને ઘટનાની જાણ કરી હતી. જેથી ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા ધરમપુર પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot