Explore

Search

February 4, 2026 9:35 am

IAS Coaching

વલસાડના હનુમાનભાગડામાં પાલિકાની ડ્રેનેજના મામલે વિરોધ.

વલસાડને અડીને આવેલા હનુમાનભાગડા વલસાડ નગરપાલિકાના ટ્રેકટરોમાં ડ્રેનેજનું પાણી ઠાલવી જતાં હોવાની ફરિયાદ ઉઠી છે મોડી સાંજે રસ્તાની વચ્ચે તેમજ સાઈડ નહીં ખુલ્લી જગ્યામાં મળમૂત્ર તથા ગંદુ પાણી આમ છોડી ભાગી જતા હોવાના મામલે વલસાડ જિલ્લા પંચાયત માજી સભ્ય સહિત ગ્રામજનોએ પાલીકા ના ટેકરો મારફતે ગંદુ પાણી ઠાલવતા હોવા સામે રહીશોએ વિરોધ કર્યો છે.

વલસાડના હનુમાનભાગડામાંમાં આદિવાસી સહિત અન્ય સમાજના લોકો વસવાટ કરે છે.જ્યાં નગરપાલિકાના ટ્રેકટરમાં ગંદુ ડ્રેનેજનું પાણી ઠાલવી જવાના મામલે રહીશોમાં રોષ ફેલાતા સ્થાનિકો રસ્તા પર ભેગા થઇ ગયા હતા.

અહિંના રહીશ વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય જયશ્રીબેન પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના ટેક્ટરોમાં શહેરી વિસ્તારમાંથી મળમૂત્ર કે ગંદુ પાણી આ ટેક્ટરોમાં ભરી લાવે છે. અને મોડી સાંજે આ ટેકરોમાં ભરેલું ગંદુ પાણી રસ્તાની આજુબાજુની ખુલ્લી જગ્યામાં કે રસ્તા ઉપર નાખી ભાગી જતા હોય છે.

મોડી સાંજે ગામના મુખ્ય રસ્તા પર ડ્રેનેજનું ગંદુ પાણી જોવા મળ્યું હતું.જેના કારણે અસહ્ય દુર્ગંધની સાથે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાની શક્યતાઓ છે. વાહન ચાલકો અને રાહદારીઓએ નાક ઉપર રૂમાલ મૂકી ના છૂટકે પસાર થતાં જોવા મળ્યા હતા.

જો વિસ્તારમાં આ જ રીતે પાલિકા દ્વારા ડ્રેનેજનું ગંદુ પાણી છોડી જવાનું ફરી માલૂમ પડશે તો ગ્રામજનો પાલિકા કચેરીએ મોરચો માંડશે. ટેન્કર મારફતે ગંદુ પાણી ગામમાં છોડી દેવાતા અસહ્ય દૂરગંધ અને રોગચાળો ફેલવવાની ભિતીને લઇ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot