વલસાડના તિથલ બીચ નજીક આવેલી પામ હોટલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાંથી એક આધેડની મુત હાલતમાં લાશ મળી આવી હતી.

તિથલ ફરવા આવેલા સાહેલાણીઓએ લાશને જોતા તાત્કાલિક સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતો. વલસાડ સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અજાણ્યા આધેડની લાશનો કબ્જો મેળવી અગલની તપાસ હાથ ધરી હતી.
વલસાડના તિથલ બીચ ઉપર સહેલગાહ માણી રહેલા સહેલાણીઓને તિથલ બીચ નજીક આવેલી પામ હોટલ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં એક આધેડની મૃત હાલતમાં લાશ મળી હતી. સહેલાણીઓ તાત્કાલિક સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ ઘટના અંગે વલસાડ સીટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી.

વલસાડ સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લાશને PM માટે ખસેડી લાશની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જે દરમ્યાન વલસાડ સિવિલ હોસ્પિટલ ખરે મૃતકના ભાઈએ આવી મૃતકની ઓળખ કરી હતી.
મૃતક વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલી કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં આવેલી બુધર ભગવાનની ચાલીમાં રહેતા 57 વર્ષીય, પ્રવીણભાઈ જગન્નાથ સોનવણેની લાશ હોવાનું જણાવ્યું હતું. પ્રવીણભાઈ ઘણા સમયથી માનસિક સ્થિરતા ની બીમારીથી પીડાઈ રહ્યા હતા. 31મી મે 2024ની સાંજે ઘર નજીક આવેલી સિંગ ચણાની લારી ઉપરથી સિંગ ચણા લેવા જવાનું જણાવી ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા.

પ્રવીણભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેને લઈને ઘણી વખત ઘરેથી નીકળ્યા બાદ પરત આવતા ન હતા. થોડા દિવસોમાં પરત આવી જતા હોય છે. જેથી પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી ન હતી. 2જી જૂન સુધી પ્રવીણભાઈ ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ પ્રવિનભાઈની શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે સીટી પોલીસ મથકે 3જી જુનના રોજ પ્રવિણભાઈની ગુમ થયાની નોંધ પણ કરાવી હોવાનું જણાવ્યું હતું.

વલસાડ સીટી પોલીસ મથકે પ્રવીણભાઈના મોટા ભાઈએ લખાવેલી ADની નોંધ લઈ આગળની તપાસ વલસાડ સીટી પોલીસે હાથ ધરી હતી.









