Explore

Search

February 4, 2026 11:26 am

IAS Coaching

વલસાડના કલ્યાણબાગ પાસે બસના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ઉપર સવાર દંપતી 60 મીટર સુધી ઢસડાયા.

વલસાડના કલ્યાણબાગ પાસે બસના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ઉપર સવાર દંપતી 60 મીટર સુધી ઢસડાયા.

વલસાડ ST ડેપોથી ધરમપુર જતી એક બસ ન. GJ-18-Z-6928 માં યાત્રીઓ લઈને ધરમપુર તરફ જઈ રહી હતી. જે દરમ્યાન કલ્યાણ બાગ પાસે પસાર થતી બસ આગળ એક બાઇક ન. GJ-15-DQ-4505 ના ચાલક અચાનક ધરમપુર તરફ જતી બસ આગળ આવી ગયો હતો.

બસના ચાલકે બસના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઇકને અડફેટે લીધી હતી. બસ નીચે બાઇક આવી ગઈ હતી. અંદાજે 60 ફૂટ જેટલી બાઇક સાથે બાઇક ઉપર સવાર દંપતીને ધસેડીયા હતા. ઘટનાની જાણ સ્થાનોક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકમાં ઉભેલી રીક્ષાના સંચાલકની મદદ લઈને ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

અકસ્માત સજી બસ ચાલક બસ મૂકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ વલસાડ સીટી પોલોસની તને થતા સીટી પોલીસે ઘટના સ્થળે પહોંચો આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot