Explore

Search

February 4, 2026 11:27 am

IAS Coaching

શેરબજારમાં નાણાં ડબલ કરી આપવા કહી મસાટના રહીશો લોકો પાસે બે કરોડ પડાવ્યા.

ભિલાડના બોરલાઈ ગામના લોકોએ કલેક્ટરને આવેદન આપી ભેજાબાજ અશોક પટેલ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી.

રોકાણકારોના બે કરોડ ડૂબ્યા, આકાશ પટેલ લોકોને ગેરમાર્ગે દોર્યા, બે કરોડ રૂપિયા લઇને થઈ ગયો MR.India

ભિલાડ નજીકના બોરલાઈ તથા અન્ય ગામમાં રહેતા લોકોને શેરબજારમાં રોકાણ કરી ટુકગાળામાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી અંદાજિત રૂ. બે કરોડથી વધુ રકમ પડાવી સેલવાસ મસાટના ભેજાબાજ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભોગ બનેલા લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક પગલા ભરવા માંગ કરી છે.

ભિલાડના બોરલાઈ ગામે રહેતા, વિરેન્દ્ર વિષ્ણુભાઈ ધોડી તથા અન્ય લોકોએ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સેલવાસના મસાટ ગામે રહેતા આકાશ ધીરૂભાઈ પટેલે સેલવાસ તથા ઉમરગામના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને શેરબજારમાં રોકાણ કરાવી, ટુકાગાળામાં ડબલ નાણાં કમાવી આપવાની લાલચ આપી હતી.

લાલચમાં, આવી વિરેન્દ્ર તથા ગામના અન્ય લોકોએ આકાશ પટેલને રોકડા અને ઓનલાઈન નાં માધ્યમથી નાણાં આપ્યા હતા. બોરલાઈ ગામના લોકો પાસેથી અંદાજીત રૂ.૨ કરોડથી વધુ રકમ પડાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યા લોકોએ આકાશ પાસે રોકેલા નાણાંની માંગણી કરતા વાયદાઓ કર્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

વધુમાં જણાવ્યા મુજબ આકાશ સામે સેલવાસ વિસ્તારના લોકો પાસેથી નાણાં પડાવ્યા અંગે અનેક ફરિયાદો કરવા છતાં કાર્યવાહી કરાઈ નથી. આ ગંભીર મામલે તપાસ કરાવી પગલા ભરવાની ભોગ બનનારાઓએ માંગ કરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot