Explore

Search

February 4, 2026 11:07 am

IAS Coaching

સરીગામ લાલ આંખ કરવું પડશે: ગુજરાતમાં જે કરવું હોય તે કરો તેવી સ્થિતિ, કારણ કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ નથી રહ્યો.

અસામાજિક તત્વોમાં ગુજરાત પોલીસનો ખૌફ કેમ નાથ?

Part 1

અસામાજિક તત્વોમાં ગુજરાત પોલીસનો ખૌફ નથી રહ્યો કે, ખૌફ ઉતરી રહ્યો છે. પરંતુ ગુજરાત પોલીસ ને હવે સિંઘમ કહેવા જેવુ નથી રહ્યું, અસલી સિંઘમ અસામાજિક તત્વો બની ગયા છે..  એવું લાગી રહ્યું છે. તો બીજી તરફ લોકોમાં ચર્ચા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નું શહેર સુરતમાં મહિલાઓ અસુરક્ષિત બન્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ સ્તિથ સરીગામ રમજાન નગરી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે, તો બીજી બાજુ એવું પણ જાણવા મળ્યું છે કે રમજાન નગરી ના પાછલા ભાગે ડુંગર ઉપર 8 થી 10 લોકો મળી એક ગેંગ બનાવેલી છે, જે દર રોજ સાંજે ડુંગર ઉપર બેસી અનેક પ્રકારનું નશીલા પદાર્થ નું સેવન ની સાથે નાબાલિગ તથા સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીયોને નશીલા પદાર્થ નું વેચાણ કરી રહ્યા છે.

સરીગામના  જિમ્મેદાર નાગરિક દ્વારા જાણવા મળ્યું કે સરીગામ વિસ્તારમાં વલસાડ જિલ્લાની સૌથી મોટી ઇન્ટરનેશનલ સ્કૂલ અને કોલેજ પણ છે. અને ત્યાં આખા ગુજરાતમાં થી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. તેમજ નાની મોટી પ્રાઇવેટ અને સરકારી સ્કૂલ પણ છે, તેમજ સરીગામ ના રહીશો અને વડીલો દ્વારા સરીગામ ની અંદર ઘણું બધું પ્રગતિ નુ કામ કરવામાં આવી રહ્યું છે, અને સરીગામ એક મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે પણ ઓળખવા મા આવે છે, તો એક બો જૂની કહેવત છે કે એક ગંદી મછલી પુરે તલાબ કો ગંદા કર દેતી હૈ, તો આવા લૂખા તત્વો ને લગામ ની લગાવામાં આવશે તો આવનાર દિવસોમાં નશા નો જહેર આખા સરીગામ માં ફેલાઈ જશે. 

ગુજરાતને હવે કાયદો અને વ્યવસ્થા જે રીતે કથળી ગઈ છે, તે જોતા ગુજરાત હવે બિહાર જેવુ બની રહ્યું છે. ગુજરાતમાં દિનદહાડે ક્રાઈમ થઈ રહ્યા છે. જાણો કોઈ ડર ન હોય તે રીતે ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે હવે લોકોએ ગુજરાતમાં સાવધાન થવાની જરૂર પડી છે.

એક સમયે ગુજરાતની શાંતિના ઉદાહરણો આપવામાં આવતા હતા, ત્યારે હવે ગુજરાતના ક્રાઈમના કિસ્સા ચર્ચાઈ રહ્યાં છે. ગુજરાતમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. અસામાજિક તત્વો રસ્તા પર ઉતરીને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક લૂંટનો પ્રયાસ તો ક્યાંક જાહેરમાં હત્યા ગુજરાતમાં સામાન્ય બની ગઈ છે.

અમારા ચેનલ દ્વારા ઉપર લખેલી વિગત સુત્રો દ્વારા મળેલ હોવા થી દર્શાવેલી વિગતો ફકત એક Information છે, જેની અમે કોઈ પુષ્ટિ નથી કરતાં Owner & Editor Mohammad Ali Saiyed

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot