Explore

Search

February 4, 2026 11:07 am

IAS Coaching

વિશ્વની ચોથી જાગીર ગણાતા એવા પત્રકારો પર થઈ રહ્યા છે અત્યાચાર…

લેખક દેવ આનંદ મહાનામા વાપી: બિલાડીના ટોપ ની જેમ આજે પત્રકારો જોવા મળશે.

જેમાં ૬૦% પત્રકારો તો ફક્ત નામ ના જ પત્રકારો હોઈ છે, જે બે પાંચ હજાર આપી કોઈ પણ સાપ્તાહિક કે યુટ્યુબ ચેનલ ચલાવતા હોય છે, એ પણ પોતાને પત્રકાર જ માને છે, અને પોતાના ચેનલના નામે કાર્ડ પણ બનાવી લોકોને બે ચાર હજારમાં વેચે છે.

આવા બે ચાર હજાર વાળા પત્રકારો તોડપાની કરવા માટે જ આવા કાર્ડ લઈ પોતાને પત્રકાર ગણાવી સામન્ય અને મજબૂર લોકોને પોતે પત્રકાર હોવાનો રોફ જમાવી હપ્તા અને ખંડણી માંગી પોતાની દહેસત ફેલાવી રહ્યા છે, આ સાથે આવા લેભાગુ પત્રકારો સાથે પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ જોડાયેલા હોય છે. જેથી કરીને આવા પત્રકારો ફાટીને ધુમાડે ચડેલા હોઈ છે.

કોઈને પણ ધાકધમકી આપવી આ લોકો માટે મોટી વાત નથી જયારે પોલીસ તંત્ર તમારા ભાગીદાર હોઈ ત્યારે સામ્રાજ્ય ચોરો નો હોઈ કે લૂંટારૂઓનો બંને એકજ મિલના ધોતિયા આપડા વલસાડ જિલ્લાના વાપીમાં અનેક ફેકટરી અને કંપનીઓ, શેક્ષણીક સંસ્થાઓ અને એનજીઓ બિન્દાસ બે નંબરમાં વ્યવહાર કરી રહ્યા છે, સાચા પત્રકાર માટે પડકાર રૂપ હોઈ છે, જેને લઈ આવા કવરેજ કરવા ગયેલા પત્રકારો પર ખોટી પોલીસ ફરિયાદ કરી ખંડણી માંગી હોવાની જુઠ્ઠી ૨જૂઆત કરી સાચા પત્રકારના સામે એફ આર આઈ કરાવાઈ છે. આજકાલ આવી ખોટી ફરિયાદ ની એફ આર આઈ કરવાનો જાણે ટ્રેન્ડ ચાલતો હોય એમ.

આજે પત્રકાર કોઈ ચોરી, લૂંટફાટ બૂટલેગરો ડ્રગ્સ, ગાંજા, કાળાબજાર, બિલ્ડર લોબી, ભંગારિયા વગેરેના સામે કોઈ ખબર છાપે તો આ તમામ જેતે પત્રકારના દુશ્મન બની જાય છે. બિચારો બાપડો થઈ આગળ કૂવો પાછળ ખાઈ જેવી સ્થિતિમાં રહે છે. પોલીસ તંત્ર આ બાબતે બધી વાસ્તવિકતા થી અવગત હોઈ છે, એમ છતાં અમુક રાજકીય પ્રેશર અને અમુક ગાંધી છાપ નો જો૨ બધું કરેલા પર પાણી ફેરવી દેય છે. આ બાબતે સાચા પત્રકારને પોલીસ તંત્ર સાથસહકાર આપે એ આજની બહુ અગત્યની માંગ છે.

24×7 ગુજરાતી ન્યૂઝ ચેનલ સૌથી ઝડપી,સૌથી સચોટ,જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ ‘તમારી સાથે તમારી માટે’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળી ના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી સાથે, સૌથી પેહલા આપના વિસ્તારના ન્યૂઝ જોવા માટે આમારી ચેનલને like Share Subscribe કરો.

તમારો સાથ અમારો વિશ્વાસ, આપડે સૌ બોલીયે જય જય ગરવી ગુજરાત 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot