Explore

Search

February 4, 2026 9:43 am

IAS Coaching

વાપી:- વરસાદી પાણીમાં ડૂબતાં ત્રણ બાળકોના મોત

વલસાડમાં રમતાં રમતાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણ ડૂબ્યાં, પિતાએ કૂદકો મારી એકપછી એક ત્રણેયની લાશો કાઢી

વલસાડ જિલ્લાના વાપી તાલુકાન લવાછાના રમઝાન વાડીમાં નેહા કોમ્પ્લેક્ષમાં રહેતા સંદીપ તિવારી તેની પત્ની અને બાળકો સાથે રહે છે. 29 જુનના રોજ સાંજે નિત્ય ક્રમ મુજબ સંદીપ તિવારીએ તેની પત્નીને ફોન કરી બાળકો સાથે વાત કરવા ફોન આપવા જણાવ્યું હતું. જે દરમ્યાન તેની પત્નીએ બાળકો પાર્કિંગમાં રમવા ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી સંદીપે તેની પત્નીને બાળકોને બોલાવી વાત કરાવવા જણાવ્યું હતું. બાળકો ન મળી આવતા સંદીપ તિવારી નોકરી ઉપરથી ઘરે આવ્યો હતો. અને અન્ય બાળકોને પૂછતાં સંદીપ તિવારીના દીકરા હર્ષ અને દીકરી રિદ્ધિને નજીકમાં આવેલા ખનકા પાસે રમતા જોયા હતા. જેથી તાત્કાલિક સંદીપ તિવારીએ ખનકી ડૂબકી મારી ચેક કરતા પહેલા હર્ષ ની લાશ હાથ લાગી હતી.

હર્ષની લાશને તેની પત્નીને આપી બીજી ડૂબકી મારી હતી. જે દરમ્યાન નેહા કોમ્પક્ષમાં રહેતી અઋષિ હરેશભાઇ સોલંકીની લાશ મળી હતી. ત્યારબાદ ખાનકીમાં ડૂબકી મારી ચેક કરતા રિદ્ધિની લાશ હાથ લાગી હતી. આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોની મદદ લઈને 3 બાળકોને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. વાપીની હરિયા હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર તબીબે ત્રણેય બાળકોનું ખનકીના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું ફરજ ઉપર હજાર તબીબે જણાવ્યુ હતું.

ઘટનાની જાણ ડુંગરા પોલીસની ટીમને થતા ડુંગરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્રણેય બાળકોની લાશનો કબ્જો મેળવી સંદીપ તિવારીએ ત્રણેય બાળકો ખનકીમાં એકત્રિત થયેલા પાણીમાં બાળકોનું ડુબી જવાથી મૃત્યુ થયું હોવાની નોંધ કરવી હતી. ત્રણેય બાળકોની લાશનો કબ્જો મેળવી PMની તજવીજ હાથ ધરી છે. ડુંગરા પોલીસે સંદીપ તિવારી અને સ્થાનિક લોકોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot